Site icon Revoi.in

દિલ્લી: પીએમ મોદી અને શરદ પવાર વચ્ચે 50 મિનિટ સુધી બેઠક ચાલી

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેઅનેઅને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર વચ્ચે ચોમાસાનું સત્ર શરૂ થતા પહેલા એક બેઠક થઈ જે 50 મિનિટ સુધી ચાલી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં તરફથી આ બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી.

જો કે બંન્ને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ અંગે વાત કે ચર્ચા થઈ તેના વિશે હાલમાં બહાર આવ્યું નથી. થોડા દિવસો પહેલા પ્રશાંત કિશોર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. આ સમાચાર આવ્યા પછી વિપક્ષી પાર્ટીઓની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પવાર પર નજર છે.

થોડા દિવસ પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં શરદ પવારે જણાવ્યું હતુ કે ‘તે કહેવું ખોટું હશે કે હું રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉમેદવાર છું’. પવારે સ્પષ્ટ કર્યું હતું કે 2024 ની ચૂંટણી માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજકીય પરિસ્થિતિ બદલાઈ રહી છે.

ગુરુવારે પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને મીડિયા રિપોર્ટ અનુસાર આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન, બંને વચ્ચે મહા અઘાડી સરકારના સંકલન સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઉલ્લખનીય છે કે છેલ્લા 2 મહિનામાં પવાર અને ઠાકરે વચ્ચેની આ બીજી બેઠક છે.

આ દરમિયાન મહારાષ્ટ્રમાં સત્તાપક્ષોના ગઠબંધનમાં બધુ ઠીક ન હોવાના સમાચાર પણ છે. આવી સ્થિતિમાં 19 જુલાઇથી ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા પવાર અને પીએમ મોદીની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.