- દિલ્હીમાં આગ લાગવાની ઘટના
- મોડી રાતે લાગેલી આગમાં અત્યાર સુધી 7 લોકોના થયા મોત
દિલ્હી- પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાત્રે 1 વાગે ગોકુલપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ લાગી હતી. આગની જાણ થતાની સાથે જ તમામ બચાવ સાધનો સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે ફાયર બ્રિગેડનો પણ સંપર્ક કરાયો હતો અને ઘટના સ્થળે તરપ ફાયગ વિભાગ આવી હોચ્યું હતું,
લગભગ 1 વાગ્યે ઝુપડપટ્ટીઓમાં લાગેલી આગમાં સવારે 4 વાગ્યા સુધીમાં આગ પર કાબૂમાં લાવવામાં સફળતા મળી હતી.3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી આ અકસ્માતમાં 30 ઝૂંપડપટ્ટી બળી ગઈ હતી અને 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રાજધાની દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં વિતેલી શુક્રવારની મોડી રાત્રે અંદાજે 1 વાગ્યે આસપાસ ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 13 ગાડીઓ આવી પહોંચી હતી. ફાયર વિભાગે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે. અને તેમણે ટ્વિટ કર્યું હતું અને કહ્યું હચતું કે સવારે આ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા છે. હું પોતે ત્યાં જઈને પીડિતોને મળીશ.