દિલ્હીના આપના નેતા મનીષ સિસોદિયાને કોર્ટે ન આપી રહાત, જ્યુડિશિયલ કસ્ટડી 1 મે સુધી લંબાવામાં આવી
- મનીષ સિસોદિયાને કોર્ટે ન આપી રહાત
- જ્યુડિશિયલ કસ્ટડી 1 મે સુધી લંબાવામાં આવી
દિલ્હીઃ- દારુ કૌભાંડ મામલે કોર્ટે ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ લાવવામાં આવ્યા જ્યાં તેમની કસ્ટડી 1 મે સુધી લંબાવવામાં આવી છે. આજે સિસોદિયાની સીબીઆઈ અને ઈજી ની કસ્ટડી સમાપ્ત થઈ હતી ત્યારે હવે તે લંબાવવામાં આવી છે. હવે કોર્ટ સિસોદિયાની જામીન અરજી પર 18 એપ્રિલે સુનાવણી કરવાનો નિર્ણય લીઘો છે.
બીજી તરફ વિતેલા દિવસને રવિવારે સીબીઆઈએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 9 કલાકથી વધુ સુધી પૂછપરછ કરી હતી.પૂછપરછ પૂરી થયા બાદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરી હતી. કહ્યું કે એજન્સીએ મને 56 પ્રશ્નો પૂછ્યા. હું આતિથ્ય માટે CBI અધિકારીઓનો આભાર માનું છું. તેણે મૈત્રીપૂર્ણ રીતે પ્રશ્નો પૂછ્યા.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની 8 કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 7 દિવસના સીબીઆઈ રિમાન્ડ બાદ કોર્ટે 6 માર્ચે સિસોદિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલ્યા હતા અહીં EDએ લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની પૂછપરછ કરી હતી, એજન્સીએ સિસોદિયાની જેલમાંથી જ ધરપકડ કરી હતી.