દિલ્હીના આપના મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં – 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
- 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા આપના મંત્રી
- મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં
દિલ્હીઃ- દિલ્હીના આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંત્રી મનીષ સિસોદીયા પર મુસીબતનો પહાડ તૂટ્યો છે તેમણે મંત્રી પદમાંથી રાજીનામુ આપી દીઘુ છે જો કે હવે મંત્રી નથી રહ્યા સાથે જ તેઓ આવનારો તહેવાર હોળી પણ જેલમાં મનાવવા જઈ રહ્યા છે.
જાણકારી પ્રમાણે હવે મનીષ સિસોદિયાની હોળી તિહાર જેલમાં મનાવવામાં આવશે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યા છે, સિસોદિયાને 2 દિવસના રિમાન્ડ બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યા આ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે્.
ઉલ્લેખનીય છે કે હવે તેઓને 20 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અગાઉ, 4 માર્ચે, તેમની સીબીઆઈ કસ્ટડી બે દિવસ માટે લંબાવવામાં આવી હતી, જેની મુદત આજે સમાપ્ત થઈ રહી છે. સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલે એજન્સીને આમ આદમી પાર્ટીના નેતાને સોમવારે કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને હવે તેઓ જેલમાં જશે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈ દ્વારા 8 કલાકની લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરાઈ જે બાદ તેને 27 ફેબ્રુઆરીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા, જેથી તેમની પૂછપરછ કરી શકાય. આ દરમિયાન સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં પણ પોતાની જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.