દિલ્હી: કોરોના પછી ડેન્ગ્યુએ મચાવ્યો હાહાકાર,છેલ્લા પાંચ દિવસમાં 105 નવા કેસ નોંધાયા
દિલ્હી: આજકાલ ડેન્ગ્યુએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ખતરનાક રોગને કારણે ઘણા લોકોના મોત પણ થયા છે. દેશમાં ડેન્ગ્યુને લઈને ભયનું વાતાવરણ છે, જેના કારણે અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ રહી છે.
દિલ્હીમાં ગયા અઠવાડિયે ડેન્ગ્યુના 105 નવા કેસની પુષ્ટિ થઈ હતી. આ પછી, કુલ કેસ વધીને લગભગ 350 થઈ ગયા છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના રિપોર્ટમાં સોમવારે આ માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 28 જુલાઈ સુધી ડેન્ગ્યુના 243 કેસ નોંધાયા હતા. MCD દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, 5 ઓગસ્ટ સુધી કુલ કેસ વધીને 348 થઈ ગયા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરીથી 5 ઓગસ્ટની વચ્ચે મેલેરિયાના 85 કેસની પુષ્ટિ થઈ છે. જુલાઈમાં ડેન્ગ્યુના 121, જૂનમાં 40 અને મે મહિનામાં 23 કેસ નોંધાયા હતા. ઓગસ્ટના પ્રથમ પાંચ દિવસમાં ડેન્ગ્યુના 105 કેસ નોંધાયા હતા. વર્ષ 2022 (જાન્યુઆરી 1 થી ઓગસ્ટ 5) માં ડેન્ગ્યુના 174 કેસ નોંધાયા હતા, 2021 માં 55, 2020 માં 35, 2019 માં 47 અને 2018 માં 64.
ઉલ્લેખનીય છે કે,ડેન્ગ્યુ એક એવો રોગ છે જે મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર એડિસ ઇજિપ્તી અથવા ટાઇગર મચ્છર તરીકે ઓળખાય છે. તેના કાળા શરીર પર સફેદ પટ્ટાઓ હોવાથી તેને ટાઈગર મચ્છર કહેવામાં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન કરડે છે. આ મચ્છર એવી જગ્યાએ પેદા થાય છે જ્યાં સ્વચ્છ પાણીનો સંગ્રહ થાય છે., ઝાડના પોલા થડ, કુલર, પાણીની ટાંકી, તેની ઉત્પતી થાય છે.