દિલ્હી હવા બની ફરી પ્રદુષિત – શ્વાસ લેવું બની રહ્યુ છે મુશ્કેલ, ફરી એક વખત જોવા ણળી શકે છે ઘુમાડાની ચાદર
- દિલ્હીમાં હવા પ્રદુશણ ફરી વધ્યુ
- ગ્રેટર નોઈડામાં શ્નાસ લેવું મુશ્કેલ બન્યું
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં શિયાળો આવતાની સાથે જ પ્રદુષમમાં વધારો થાય છે ખાસ કરીને પંજાબ હરિયાણામાં પરાળી સળગાવાની ઘટનાને કારણે હવામાં ઘૂમાડો વધે છે સાથે જ હવા પ્રદુષિત થાય છે જેને લઈને શઅવાસ લેવું પણ મુશ્કેલ બનતું હોય છે,જો કે છેલ્લા 2 દિવસથી દિલ્હીની હવા સુધરી રહી હતી ત્યારે ફરી એક વખત આજે સવારથી દિલ્હીની હવા વધુ પ્રદુષિત બનતી જોવા મળી છે.
દિલ્હીની હવા વધુ ખરાબ થવાની સંભાવના સેવાઈ રહી છે.ઉત્તર-પશ્ચિમ દિશામાંથી જે ઘીૂમાડો પહોંચી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ધુમ્મસની ચાદર જોવા મળી છે. પરિણામે, અત્યંત નબળી હવાનું ઉચ્ચ સ્તર ગંભીર શ્રેણીમાં જવાની શક્યતા છે
નિષ્ણાતો કહે છે કે પવનની મધ્યમ ગતિ અને સૂર્યપ્રકાશને કારણે પ્રદૂષકો એકઠા નથી થઈ રહ્યા, જેના કારણે હવાની ગુણવત્તા વધુ બગડી રહી નથી. હવામાનની સ્થિતિ વધુ વણસી જતાં હવાનું સ્વાસ્થ્ય વધુ બગડવાનું શરૂ થશે.
છેલ્લા 24 કલાકમાં પરાળી સળગાવવાને કારણે PM 2.5માં સ્ટબલ ઘીમાડાનો હિસ્સો આઠ ટકા રહ્યો છે. PM 2.5 કરતા મોટા કણોનો PM 10 ના 50 ટકા હિસ્સો છે. PM 10નું સ્તર 260 અને PM 2.5નું સ્તર 128 માઇક્રોમીટર પ્રતિ ઘનમીટર નોંધાયું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં છેલ્લા 24 કલાકમાં હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી હતી.
આ સાથે જ બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં એનસીઆરના શહેરોમાં હવા અત્યંત નબળી શ્રેણીમાં નોંધાઈ છે. દિલ્હીની હવા 295ના AQI સાથે ઉચ્ચ સ્તરની નબળી શ્રેણીમાં નોંધાઈ છે.SAFAR એ કરેલી આગાહી પ્રમાણે , જોરદાર પવન પ્રદૂષકોને દૂર કરવામાં મદદ કરશે, પરંતુ આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવતા પ્રદૂષકોનો દર ઊંચો રહેશે, જેના કારણે હવા વધુ ખરાબ થવાની સંભાવના છે.