1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની હવા હજુ પણ ‘ખરાબ’ શ્રેણીમાં,અંહી જાણો કેટલો નોંધાયો AQI
દિલ્હીની હવા હજુ પણ ‘ખરાબ’ શ્રેણીમાં,અંહી જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હીની હવા હજુ પણ ‘ખરાબ’ શ્રેણીમાં,અંહી જાણો કેટલો નોંધાયો AQI

0
Social Share
  • દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ફરી વધવા લાગ્યું
  • ITO માં AQI સ્તર 263 પર પહોંચ્યું

દિલ્હી: રાજધાની દિલ્હીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ વાયુ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો છે. ગઈ કાલે દિલ્હી NCRમાં સૌથી વધુ AQI આનંદ વિહારમાં 162 નોંધાયો હતો. જ્યારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 100થી નીચે રહ્યો હતો. શનિવારના AQI સ્તર વિશે વાત કરીએ તો, અહીંની હવાની ગુણવત્તા આજે ‘ખરાબ’ શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર આજે આનંદ વિહારમાં AQI 282 નોંધવામાં આવ્યો છે. જ્યારે આરકે પુરમમાં 220 AQI, પંજાબી બાગમાં 236 અને ITOમાં 263 નોંધાયા છે.

શુક્રવારે પણ હવાની ગુણવત્તા નબળી કેટેગરીમાં નોંધાઈ હતી.શનિવારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 100થી ઓછો નોંધાયો હતો. AQI આનંદ વિહારમાં 162, નવી દિલ્હીમાં 85, રોહિણીમાં 87, પંજાબી બાગમાં 91 અને શાહદરામાં 97 નોંધાયું હતું.  ગુરુવારે હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં રહી હતી. ગુરુવારે દ્વારકા સેક્ટર 8માં 459 AQI, આરકે પુરમમાં 453, ન્યુ મોતીબાગમાં 452, નહેરુ નગરમાં 452, નજફગઢમાં 449, IGI એરપોર્ટમાં 446, પંજાબી બાગમાં 445 અને ITOમાં 441 AQI નોંધાયા હતા.

ગુરુવારે જ વજીરપુરમાં 439, શાદીપુરમાં 438, બવાનામાં 437, પટપરગંજમાં 434, ઓખલામાં 433, જહાંગીરપુરીમાં 433, આનંદ વિહારમાં 432, મુંડકામાં 428, સોનિયા વિહારમાં 423, સિરીફોર્ટ દિલ્હીમાં 422 અને DTU માં AQI 402 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. SAFAR ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, 8 નવેમ્બરે દિલ્હીમાં PM 2.5ની માત્રા 247 નોંધાઈ હતી.જે ખરાબ શ્રેણી દર્શાવે છે. જ્યારે PM 10 ની માત્રા 426 નોંધાઈ હતી જે સરેરાશ કરતા બમણી છે. ગુરુવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code