દિલ્હીઃ સંસદના શિયાળુસત્રને લઈને આજે સર્વદળિય બેઠક મળી હતી. આ બેઠકમાં 31 પાર્ટીના નેતાઓ સામેલ થયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં ન હતી. આમ આદમી પાર્ટે બેઠકમાં વોકઆઉટ કર્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રદલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની મીટીંગમાં 21 પાર્ટીઓ ભાગ લીધો હતો. પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતા. સરકારના નિયમો અનુસાર તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ હતી. સરકારને આશા છે કે, સંસદ સારી ચર્ચાઓ થશે. પીએમ મોદી મુદ્દે કહ્યું હતું કે, તમામ પાર્ટીની મીટીંગમાં આવવાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. આમા પહેલા સંસદીય કાર્ય મંત્રી આવતા હતા. આજે વડાપ્રધાન આવી શક્યા ન હતા.
કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જન ખડગેએ કહ્યું કે, આજે જે મીટીંગ થઈ છે. તેમાં ઘણા વિષય ઉપર ચર્ચા થઈ છે. એમએસપી પર કાનૂન બનવવા અને જે ખેડૂતો મૃત્યુ પામ્યા છે તેમના વળતરને લઈને ચર્ચા થઈ હતી. અમે આશા રાખી હતી કે, પીએમ મોદી મીટીંગમાં આવશે અને ખેડૂતોના બિલને લઈને તેમનો અભિપ્રાય શું છે તે પૂછવા માંગતા હતા.
આમ આદમી પાર્ટીએ સર્વદળિય બેઠકમાં વોકઆઉટ કર્યું હતું. જે બાદ સાંસદ સંજય સિંહએ જણાવ્યું હતું કે, સરકાર કોઈને બોલવા દેતી નથી અને પોતાની વાતો રજૂ કરવા દેતી નથી. સંસદના આ સત્રમાં મે એમએસપી ગેરન્ટી કાનૂન બનાવવાની માંગણી કરી છે. ખેડૂત કહી રહ્યાં છે કે, વિદ્યુત સંશોધન વિધેયક નહીં આવવો ના જોઈ. જો કે, સરકાર તરફથી તેને લિસ્ટ કરવામાં આવ્યું છે.
આપના નેતાએ વધુમાં કહ્યું કે, પંજાબમાં બીએસએફનું કાર્યક્ષેત્ર વધારવાના મુદ્દાને ઉઠાવ્યો હતો. સરકાર ઝીણા-ઝીણા કરી રહી છે પરંતુ ખેડૂતો શેરડી-શેરડી કરી રહ્યાં છે અને આમ આદમી પાર્ટી માનવા તૈયાર નથી. સંસદમાં બોલવા દેતા નથી અને હવે ઓલ પાર્ટી મીટીંગમાં પણ બોલવા દેતા નથી.
બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના સંદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ બ્રાયનએ 10 મુદ્દા ઉઠાવ્યાં છે. ટીએમસીએ બેરોજગારી, પેટ્રોલ-ડીઝલ અને જરૂરી વસ્તુઓના ભાવ, એમએસપી પર કાનૂન, પ્રોફિકેટબલ સરકારી કંપનીનું વિનિવેશ પર રોક સહિતના મુદ્દા ઉઠાવવામાં આવ્યાં હતા. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ 29મી નવેમ્બરના રોજ વિપક્ષી દળોની બેઠક બોલાવાઈ છે. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થશે.