Site icon Revoi.in

દિલ્હી સ્થિત AIIMSની ટીમ કુંભ મેળા પર રાખશે નજર – સ્વાસ્થ્ય મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા

Social Share

દિલ્હીઃ- હરિદ્વાર મહાકુંભમાં કોરોનાના બચાવને લઈને કેન્દ્ર સરકારનું વિશેષ ધ્યાન છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ દિલ્હીની નિષ્ણાંત ટીમને અહીંની તબીબી સુવિધાઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારને પણ આ બાબતની જાણકારી આપી છે.

27 ફેબ્રુઆરીથી સૂચિત મહાકુંભની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે પણ  તાજેતરમાં કુંભમાં કોરોનાથી બચાવ અંગે એસઓપી જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની દલીલ છે કે કોરોનાની અસર હાલ પણ દેશભરમાં જોવા મળી રહી છે. તેથી, ભીડભાડની ઘટનામાં કોરોનાને રોકવા માટે મજબૂત વ્યવસ્થા કરવી જોઈએ.

કુંભમાં રાજ્ય સરકાર દ્વારા તબીબો ઉપરાંત નિષ્ણાંત તબીબોની ટીમ પણ ગોઠવવામાં આવી રહી છે. આ ટીમને સીધા એઈમ્સ દિલ્હી સાથે જોડવામાં આવી રહી છે. એટલે કે, દિવસ દરમિયાન શું આયોજન થયું, કેટલી ભીડ આવી, તબીબી વ્યવસ્થાઓ શું છે, કોવિદના દર્દી આવ્યા પછી કયા પગલા લેવામાં આવ્યા, આ બધી બાબતોની જાણ સીધી કેન્દ્રમાં કરવામાં આવશે.

કેન્દ્ર સરકારનો હેતુ કુંભ મેળા દરમિયાન કોરોનાનું સંક્રણ ન ફેલાય તે છે,કુંભની નિષ્ણાંત ડોકટરોની ટીમ, વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા દિવસમાં એકવાર એઈમ્સ દિલ્હીની ટીમને તમામ અપડેટ્સ ઉપલબ્ધ કરાવશે.આ સમય દરમિયાન, જો એઈમ્સની ટીમ ઇચ્છે છે, તો તે કોવિડથી બચાવની વ્યવસ્થાને લઈને વધુ વ્યવસ્થા કરી શકે છે. સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ શૈલેષ બગોલીના જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગને લગતી જરૂરીયાતોને પહોંચી વળ્યા બાદ સમયમર્યાદા અને કાર્યવાહી નક્કી કરવામાં આવી છે.

સાહિન-