નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દિલ્હીમાં હનુમાનજી ની એન્ટ્રી થઈ ગઈ હતી. એક તરફ આમ આદમી પાર્ટીએ દર મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડ પાઠની જાહેરાત કરી છે. AAPના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્ધાજએ પાર્ટી મુખ્યાલયથી માહિતી આપી હતી. બીજી તરફ ભાજપના નેતા મંદિર પરિસરની સફાઈ કરી રહ્યા છે. પક્ષ હોય કે વિપક્ષ દરેક જણ ભક્તિની લહેરમાં ડુબકી લગાવી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું હતુ કે, દરેકની ખુશી, શાંતિ અને પ્રગતિ માટે, આમ આદમી પાર્ટી દિલ્હીમાં ઘણી જગ્યાએ સુંદરકાંડના પાઠ કરી રહી છે. આપ સૌને આપની અનુકૂળતા મુજબ આપના ઘર પાસે યોજનાર પાઠમાં આમંત્રણ છે.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓથી લઈને નેતાઓ બધા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિરની સાફ-સફાઈ કરી રહ્યા છે. આ ક્રમમાં કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંહિરની સફાઈ કરી હતી.
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી એક અઠવાડિયા પહેલા, આમ આદમી પાર્ટી તમામ વિધાનસભા ક્ષેત્રોમાં સુંદરકાંડના પાઠ કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે ભગવાન રામની દરેક વ્યક્તિ પૂજા કરે છે. રામચરિતમાનસના સુંદકકાંડના પાઠથી દિલ્હીમાં રહેતા લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. પાર્ટીનો દાવો છે કે આ કાર્યક્રમ એક દિવસ પણ નહી ચાલે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે હવે દરેક મહિનાના પહેલા મંગળવારે સંદરકાંડનો પાઠ કરવો જોઈએ. પાર્ટી આ માટે અલગ સંગઠન બનાવશે.