- દેશમાં કોરોનાનો કહેર યથાવત
- મનોજ તિવારીને થયો કોરોના
- ખુદ થયા હોમ આઈસોલેટ
દિલ્હી : દેશમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો.ઘણા મોટા નેતાઓ અને સેલેબ્રિટી પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ગુરુવારે દેશમાં કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા હતા.
આ દરમિયાન ભાજપના સાંસદ મનોજ તિવારી પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. તેઓએ ખુદને આઈસોલેટ કરી દીધા છે. તિવારીએ ખુદ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.
મનોજ તિવારીએ ટ્વિટ કરીને કહ્યું કે, મને છેલ્લા 2-3 દિવસથી હળવો તાવ આવ્યો,ત્યારબાદ ગુરુવારે ટેસ્ટ કરાવ્યો. મારો કોવિડ -19 નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. છેલ્લા 2-3 દિવસમાં જે પણ મારી સાથે સંપર્કમાં આવ્યા છે,તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે. હું ડોકટરના સંપર્કમાં રહેને હોમ આઈસોલેટ થયો છું.
રાજધાનીમાં કોરોનાના ઝડપથી કેસ વધી રહ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 91,000 ને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 306 લોકોનાં મોત થયાં છે.