Site icon Revoi.in

દિલ્હીઃ દિવાળી પર ફટાકડા ખરીદવા અને ફોડવા પર થઈ શકે છે જેલ

Social Share

દિલ્હી: દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું કે,દિલ્હીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર 5,000 રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થશે.

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે,જો કોઈ ફટાકડા ફોડતા અથવા ખરીદતા જોવા મળશે તો તેને 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થશે.દિવાળી પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે કુલ 408 ટીમો બનાવવામાં આવી છે.

છેલ્લા બે વર્ષથી આ પ્રતિબંધ લાગુ છે.રાયે જણાવ્યું હતું કે,21 ઓક્ટોબરે જનજાગૃતિ અભિયાન ‘દિયા જલાઓ ફટાકડા નહીં’ શરૂ કરવામાં આવશે.દિલ્હી સરકાર શુક્રવારે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં 51,000 દીવાઓ પ્રગટાવશે.મંત્રીએ કહ્યું,”દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર ભારતીય દંડ સંહિતા હેઠળ 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલની સજા થશે.”