Site icon Revoi.in

દિલ્હીમાં ગરમીથી 12 એપ્રિલ બાદ મળી શકે છે રાહત !

Social Share

દિલ્હી:સમગ્ર દેશમાં ગરમી કહેર વરસાવી રહી છે.ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ગરમીનો કહેર યથાવત છે.દિલ્હીમાં તાપમાન 42 ડીગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.આ વર્ષે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે રવિવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.તો બીજી તરફ સોમવારે પણ તાપમાન રવિવાર જેવું જ રહેશે.રવિવાર અને સોમવારે હીટ વેવ જાહેર રહેવાની ધારણા છે. IMD અનુસાર, 12 એપ્રિલે ગરમીથી થોડી રાહત મળી શકે છે.

મંગળવારે દિલ્હીમાં વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી હીટ વેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે ગરમીથી બચવા માટે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે અને કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ.લીંબુ પાણી, શરબત,આરઓએસ વગરેનું સેવન કરવું જોઈએ.