- સીએમ કેજરીવાલની ગુજરાત ચૂંટણી પર તૈયારીઓ
- આવતીકાલે શુક્રવારે સીએમ ઉમેદવારની કરશે ઘોષણા
દિલ્હીઃ- ગુજદરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એજ રોજ ચૂંટણી પંચ દ્રારા ગુજરાતમાં ચૂંટણીઓની તારીખ પણ જાહેર કરવામાં આવી ચૂકી છે જે પ્રમાણે 1 લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર આમ બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છએ સાથે જ 8 ડિસેમ્બરના રોડજ ચૂંટણીના પરિણામ પમ જાહેર કરવામાં આવ શે આવી સ્થિતિમાં ગહવે આપની સરાકરની પુરેપુરી મજર ગુજરાત પર છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીના મુખ્યમંત્રી એરવિંદ કેજરીવાલ આવતી કાલે શષુક્રવારને 4 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભઆની ચૂંટણીને લઈને અમદાવાદમાં પોતાના સીએમ પદના ઉમેદવારની જાહેરાત કરવાના છે.
એટલે આમ આદમી પાર્ટીના સુપ્રીમો, અરવિંદ કેજરીવાલ આવતી કાલે અમદાવાદમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવારની જાહેરાત કરશે. પાર્ટીએ અગાઉ ગુજરાત ચૂંટણી માટે પાર્ટીના સીએમ ઉમેદવારની પસંદગી કરવા માટે ક્રાઉડસોર્સિંગ ઝુંબેશ પણ શરૂ કરી હતી. પંજાબમાં આપના ઉમેદવારને ચૂંટવા માટે પાર્ટીએ જે રીતે પ્રચાર કર્યો તે પ્રમાણે હવે ગુજરાતતમાં તેમની દોડ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરના રોજ AAPએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેનું અભિયાન શરૂ કર્યું. આગામી દિવસોમાં રાજ્યભરમાં રેલીઓમાં અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે.
ગજરાત ચૂંટણીને લઈને ભૂતકાળમાં કેજરીવાલની સરકાર અનેક વાર રાજ્યની મુલાકાતે આવી ચૂકી છએ સાથે જ અનેક કાર્યક્મ પણ કરી ચૂકી છે ત્યારે તેમણે ગુજરાતમાં પોતાની સત્તા બનાના માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે.આ પહેલા કેજરીવાલે કહ્યું હતું કે તેઓ તેના પરિણામો 4 નવેમ્બરે જાહેર કરશે. આ દરમિયાન તે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. ત્યારે હવે આવતી કાલે જોવું રહ્યું કે આપ સરકારમાંથી ગુજરાતમાં સીએમ પદનો ચહેરો કોણ હોઈ શકે છે.આપ પાર્ટી આ વખતે જે રીતે ગુજરાતમાં પોતાનું જોર લગાવી રહી છે તે જોવું રહ્યું કે તે કેટલા અંશે સફળ સાબિત થાય છે.