- દિલ્હીમાં કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ
- દિલ્હીના સીએમ એલજી સાથે કરશે બેઠક
- કોરોનાની પરિસ્થિતિ અંગે કરશે ચર્ચા
દિલ્હી : વિશ્વભરમાં કોવિડ -19 ના કેસો દરરોજ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થતો જોવા મળે છે.દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે.એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે 11 વાગ્યે દિલ્હીના ઉપરાજ્યપાલ સાથેની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી,મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ પર બેઠક કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયમાંથી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું,જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે 11 વાગ્યે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સાથે સમીક્ષા બેઠક દ્વારા દિલ્હીમાં વધતા કોરોના સંક્રમણ અંગે ચર્ચા કરશે. ત્યારબાદ 12 વાગ્યે સ્વાસ્થ્ય મંત્રી,મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ કોરોનાની હાલની પરિસ્થિતિ પર બેઠક યોજશે.
તાજા આંકડા મુજબ, શહેરમાં વધુ 104 લોકોના મોત નિપજ્યા છે.અને દિલ્હીમાં સંક્રમણથી મરનાર લોકોની સંખ્યા વધીને 11,540 થઇ ગઈ છે.મંગળવારે 1.૦8 લાખ લોકોની તપાસ કરવામાં આવી હતી.જેમાં સંક્રમણના નવા કેસની પુષ્ટિ થઇ છે.હાલ સંક્રમણ દર 15.92 ટકા છે.
દેવાંશી