Site icon Revoi.in

દિલ્હીના CM કેજરિવાલે પાવર સબસિડી સ્કીમને એક વર્ષ માટે લંબાવી

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ જનતાને દરેક રિતે રિઝવવા માટે અવનવી સ્કિમ આપતા હોય છે ફ્રી વિજળીથી લઈને મહિલાઓને બસમાં ફ્રિ મુસાફરી અને શાળામાં ફ્રીમાં ભણતર જેવી અનેક યોજના વિકસાવી છએ ત્યારે હવે દિલ્હીની સરાકેર પાવર સબસિડી યોજના પણ લંબાવી દીધી છે.

આ બાબજે દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ જણાવ્યું હતું કે પાવર સબસિડી યોજનાને રોકવા માટે “ષડયંત્ર” હોવા છતાં, દિલ્હી સરકારની કેબિનેટે મંગળવારે એક બેઠકમાં તેને વધુ એક વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી હતી.

આ સાથે દિલ્હીના લોકોને 200 યુનિટના માસિક વપરાશ પર મફત વીજળી મળતી રહેશે. 201-400 યુનિટનો ઉપયોગ કરનારાઓને 50 ટકા સબસિડી મળશે. એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં વીજળી સબસિડી માટે મળેલી અરજીઓને એપ્રિલ 2024 સુધી માન્ય ગણવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે  કેજરીવાલ સરકારે 2019માં મફત વીજળી યોજના શરૂ કરી હતી. મંત્રીએ કહ્યું કે પાવર સબસિડી અંગેની ફાઇલ હજુ સુધી દિલ્હી સરકારને સત્તાવાર રીતે રજૂ કરવામાં આવી નથી, અને દાવો કર્યો કે પાવર વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ મફત પાવર યોજનાને રોકવા માટે “દબાણ” હેઠળ છે.

આ સહીત ઉર્જા મંત્રીએ કહ્યું કે દર વર્ષની જેમ, જ્યારે પાવર સબસિડી યોજના ચાલુ રાખવા માટે કેબિનેટ નોટ તૈયાર કરવાની હતી, ત્યારે પાવર વિભાગના અધિકારીઓને બળજબરીથી ઉપરાજ્યપાલની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.આમ આ યોજનાને બંધ કરાવવા ભાજપના માથે બેડૂ ફોડ્યું હતું ભાજપ પર અનેક આરોપ લગાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે કેજરીવાલે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે સબસિડી ફક્ત તે જ ગ્રાહકોને આપવામાં આવશે જેમણે તેના માટે અરજી કરી હતી.