Site icon Revoi.in

દિલ્હીના કમિશનરનો આદેશ – ત્રણ દિવસ નહી વેચાય દારુ, આ કારણોસર લગાવાયો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં એક બાજૂ ગુજરાતક વિધાન સભાની ચૂંટણી ચાલી રહી છે તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં એસસીડીની ચૂંટણીનો માહોલ જામ્યો છે જો કે આ ચૂંટણીના કારણે દિલ્હીના કમિશનરે એક સખ્ત આદેશ જારી કર્યો છે જે મુજબ આવતીકાલે શુક્વરાથી ત્રણ દિવસ માટે દિલ્હીમાં દારુના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

જાણકારી પ્રમાણે  દિલ્હીના આબકારી વિભાગે MCD ચૂંટણીને કારણે આ  મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.એમસીડી ચૂંટણીમાં દારૂનું વિતરણ થવાની આશંકાને ધ્યાનમાં રાખીને આદેશ જારી કરાયો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે માટે મતદાન 4 ડિસેમ્બર એટલે કે રવિવારે  મતદાન થનાર છે તે પહેલા જ દિલ્હીમાં આ નિર્ણય સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીની મતગણતરી 7 ડિસેમ્બરે થશે.

આ ત્રણ દિવસો ડ્રાય ડે  દિવસો છે જ્યારે સરકાર દુકાનો, ક્લબ, બાર અને અન્ય સ્થળોએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી રહી છે. દિલ્હી કમિશનર આબકારી કૃષ્ણ મોહન ઉપુએ એક સૂચના જારી કરીને દિલ્હી એક્સાઇઝ નિયમો, 2010ના નિયમ 52 ની જોગવાઈઓ અનુસાર આ આદેશ જારી કર્યો છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 7 તારીખે પણ દારુના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે,દિલ્હી એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે 7 ડિસેમ્બર એટલે કે મતગણતરીનો દિવસ પણ ડ્રાય ડે હશે. 7 ડિસેમ્બરે પણ દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ દિવસે દિલ્હીમાં દારૂની દુકાનો બંધ રહેશે. ડ્રાય ડે એ દિવસ છે કે જ્યારે  જે તે રાજ્યની સરકાર ક્લબ, બાર અને દુકાનો વગેરેમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે.