દિલ્હીઃ કોરોનાકાળમાં સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો, ગુનાખોરી ડામવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન
નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન લોકોની જરૂરિયાત બની ગયો છે. તેમજ હવે લોકો સ્માર્ટફોનની મદદથી ઓનલાઈન બેંકીગ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધાઓનો ઉપયોગ કરતા થઈ ગયા છે. બીજી તરફ સાયબર ઠગો પણ સક્રીય થયાં છે. દિલ્હીમાં કોરોનાની બીજી વેવ દરમિયાન દિલ્હીમાં સાયબર ક્રાઈમ વધ્યા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દિલ્હીમાં ગુનાખોરીને ડામવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષિત હોવાનું લાગી રહ્યું છે. વર્ષ 2020ની સરખામણીમાં 2021માં મહિલાઓ સામેના ગુનાઓમાં વધારો થયો છે. વર્ષ 2020માં 1618 કેસ નોંધાયાં હતા. જેની સામે વર્ષ 2021માં 1969 કેસ નોંધાયા હતા. આમ એક વર્ષમાં 21 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં ઝપાઝપીના સાત હજાર જેટલા કેસ નોંધાયાં હતા. જ્યારે 2021માં 8800 કેસ નોંધાયા3 હતા. આમ ઝપાઝપીના કેસમાં 17 ટકાનો વધારો થયો છે. જ્યારે વાહન ચોરીના 36 હજાર કેસ નોંધાયાં હતા. હવે સરળતાથી લોકો ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાત હોવાથી વાહન ચોરીની ફરિયાદોમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે.
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર ખેડૂત આંદોલનને લઈને ખેડૂતો સામે થયેલા કેસ પરત ખેંચવા અંગે દિલ્હી સરકારને જાણ કરવામાં આવી છે. 17 જેટલી ફરિયાદ રદ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. ખેડૂત આંદોલન દરમિયાન લગભગ 54 જેટલા ગુના નોંધાયાં હતા.
દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં સાઈબર ક્રાઈમ નેશનલ સુરક્ષા માટે મોટો ખતરો છે. દિલ્હી સાયબર સેલે મોટી સંખ્યામાં કોલ રિસિવ કર્યાં છે. જેમાં 24219 જેટલા કોલ ફાઈન્સિયલ ફ્રોડને લઈને હતા. જેમાં પોલીસે 4.31 લાખ રૂપિયા જપ્ત કર્યાં છે. કોરોનાની બીજી વેવમાં લોકો મુશ્કેલીમાં હતા તે સમયે સાઈબર ક્રાઈમ વધ્યો હતો.
(PHOTO-FILE)