જી 20ને લઈને રાજઘાની દિલ્હી સજીધજીને તૈયાર, સમગ્ર પ્રદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત સાથે રાફેલ પણ તાૈનાત
આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે લિતેલા દિવસથી જ વિદેશી મહેમાનોનું આગમન પણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં દિલ્હીને ફુૂલોથી સજાવવામાં આવ્યું છે રસ્તાઓ પરથી પસાર થતા જાણે દિલ્હીની સુરત નવી નવેલી દુલ્હન જેવી જોવા મળી રહી છે સાફ સફાીની સાથે સાથે જ દિલ્હીને કંઈક અલગ રુપ આપવામાં આવ્યું છે.રસ્તાઓનું ટ્રાફિકને સરળ બનાવવાના પગલા લેવાયો છે તો શાળા અને કોલેજો બે દિવસ માટે બંઘ રાખવામાં આવી છે એટલું જ નહી લોકોને મેટ્રોમાં ટ્રાવેલ કરવાની સલાહ અપાઈ છએ તો સાથે જ કેન્દ્રીય કાર્યાલયો પણ બંઘ રાખવામાં આવ્યા છે.
આ સાથે જ આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાંજે દિલ્હી પહોંચી રહ્યા છે. આ મેગા સમિટમાં 30 થી વધુ દેશોના ટોચના નેતાઓ, યુરોપિયન યુનિયનના ટોચના અધિકારીઓ, આમંત્રિત મહેમાન દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ ભાગ લેશે. તેના 20 સભ્ય દેશો – આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રિપબ્લિક ઓફ કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસએ અને ઇયુ છે.
જો દિલ્હીની સુરક્ષા વિશે વાત કરીએ તો ભારતીય વાયુસેનાએ ઉત્તરીય ક્ષેત્રમાં તેની ચાલી રહેલી કવાયત ‘ત્રિશૂલ’ પર રોક લગાવી દીધી છે કારણ કે ફાઇટર એરક્રાફ્ટ 7-10 સપ્ટેમ્બર સુધી ઉડાન ભરી શકશે નહીં. વાયુસેનાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ત્રિશુલ કવાયતમાં સામેલ એરક્રાફ્ટની માત્ર ફ્લાઇટ ઓપરેશન બંધ કરવામાં આવશે અને અન્ય નિયમિત ફ્લાઇટ્સ ચાલુ રહી શકશે.
આ સહીત ભારતીય વાયુસેના જી-20 સમિટને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની હવાઈ ક્ષેત્રની સુરક્ષા માટે દેશભરના એરસ્પેસ પર નજર રાખવા માટે તેના ફાલ્કન AWACS એરક્રાફ્ટની કામગીરી શરૂ કરશે. ભારતીય વાયુસેના તેના રાફેલ અને અન્ય ફાઇટર જેટને દિલ્હીના આકાશની સુરક્ષા માટે અદ્યતન એરપોર્ટ પર તૈનાત કરી રહી છે.
રાફેલ, મિરાજ 2000 અને Su-30MKI સહિત ફાઇટર એરક્રાફ્ટના તમામ મોટા કાફલાઓ હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ચિનૂક અને અપાચે સહિત હેલિકોપ્ટર સાથે કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. ગરુડ વિશેષ દળો પણ આ કવાયતનો એક ભાગ છે જ્યાં વાયુ શક્તિના તમામ તત્વોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ કવાયત 4 સપ્ટેમ્બરથી ચાલી રહી છે અને લદ્દાખ,
નવી દિલ્હીમાં આવતીકાલે સાંજે 7 વાગ્યાથી દિલ્હી-યુપીની તમામ સરહદો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. હવે યુપી ગેટ, આનંદ વિહાર, સીમાપુરી બોર્ડર, તુલસી નિકેતન બોર્ડર, ખજુરી પુસ્તા બોર્ડરથી વાહનો દિલ્હીમાં પ્રવેશી શકશે નહીં. આ રૂટ ડાયવર્ઝન 10 સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમના અંત સુધી અમલમાં રહેશે.