Site icon Revoi.in

દિલ્હી: ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જનજીવનને અસર

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી-NCRમાં આજે સવારથી ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. લોકો વાહનો સાથે વરસાદમાં ફસાયા છે. ઘણી જગ્યાએ કાર પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે. આજે સવારે દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-1ની છતનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ટર્મિનલ 1 પાસે પાર્ક કરાયેલા વાહનોને પણ મોટુ નુકસાન થયુ છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ ફાયર ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ ઘટનાને કારણે કેટલીક ફ્લાઈટ રદ્દ થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે. જ્યારે કેટલીક ફ્લાઈટને ટર્મિનલ 2થી સંચાલિત કરવામાં આવી રહી છે.

તો દિલ્હી અને NCRના ઘણા સ્થાનો ઉપર પાણી ભરાયા છે.  હવામાન વિભાગે જણાવ્યું છે કે,  29 જૂન સુધી દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ  તેમજ ભારે પવન  સાથે વરસાદ થશે.  તેમજ  મધ્ય પ્રદેશના ભોપાલ સહિત 8 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો મુંબઇમાં પણ ચોમાસુ જામી રહ્યું છે અને આગામી 3 દિવસમાં મુંબઇમાં ચોમાસુ વધુ સક્રિય થશે તેમ જણાવ્યું હતું.

ઉત્તરભારતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ છે. દરમિયાન દિલ્હીમાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર થઈ છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કવાયત શરૂ કરવામાં આવી છે. બીજી તરફ લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી છે.