- પોલીસ કર્મીની રજા આગામી આદેશ સુધી રદ
- હવાઈ સંચાલન પર પ્રતિબંધ
- 8000 લોકોને જ મળશે એન્ટ્રી
દિલ્હી:રાજધાની દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસના સમારોહને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અવકાશને છોડીને પોતાના તમામ કર્મીઓની દરેક પ્રકારની રજા રદ કરી દીધી છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.દિલ્હી પોલીસે એક આદેશ જાહેર કર્યો જેના પર વિશેષ પોલીસ આયુકત સુંદરી નંદાના હસ્તાક્ષ્રર છે.આદેશ મુજબ,તમામ વરિષ્ઠ પોલીસકર્મીઓને આદેશ આપવામાં આવ્યા છે કે,તે સુનિશ્ચિત કરે કે,વધુ માં વધુ કર્મીઓને ગણતંત્ર દિવસની પરેડથી સંબંધિત ડ્યુટી પર લગાવવામાં આવે.
દિલ્હી પોલીસે કહ્યું કે,ગણતંત્ર દિવસ સમારોહને ધ્યાનમાં રાખીને 20 જાન્યુઆરીથી રાષ્ટ્રીય રાજધાનીમાં યુએવી,પેરા-ગ્લાઈડર અને ગરમ હવાના ફુગ્ગાઓ સહીત અન્ય ઉપ પારંપરિક હવાઈ સંચાલન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આ આદેશ 20 જાન્યુઆરીથી લાગુ થશે અને 15 ફેબ્રુઆરી સુધી પ્રભાવી રહેશે.
કોવિડ મહામારીના કારણે આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેનારાની સંખ્યા 70 થી 80 ટકા ઘટાડવામાં આવશે,અને ફક્ત 5000 થી 8000 લોકોને જ તેમાં સામેલ થવાની અનુમતિ આપવામાં આવશે.રક્ષા મંત્રાલયે મંગળવારે આ અંગે જાણકારી આપી હતી,ગયા વર્ષે ગણતંત્ર દિવસ પર આયોજિત પરેડમાં લગભગ 25,૦૦૦ લોકોને સામેલ થવાની અનુમતિ દેવામાં આવી હતી.