Site icon Revoi.in

દિલ્હીના DyCM મનીષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે, ભાવનગરમાં સરકારી સ્કૂલની લીધી મુલાકાત

Social Share

નવી દિલ્હીઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે. દરમિયાન તાજેતરમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ શિક્ષણને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન આજે મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. તેમજ ભાવનગરમાં આવેલી એક સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમજ સ્કૂલમાં બાળકો માટે બેસવા બેંચ નથી, બેંચ તો દુરની વાત છે ફર્શ પણ નથી.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ  રાજ્યના શિક્ષણમંત્રીના હોમટાઉન ભાવનગરમાં સહકારી શાળાઓનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે કહ્યું કે, ભાવનગરની બે શાળાઓની મુલાકાત લીધી છે. અહીં બાળકી માટે સારા શૈચાલચ નથી, ટીચર પાંચ છ કલાક આવે છે તો બાળકો કંઇ રીતે ભણતા હશે. એક ખુણો શાળામાં એવો નથી જ્યાં કરોળિયાના ઝાળા ના હોય. ગુજરાતમાં શિક્ષણના નામે મજાક થઈ રહી છે, તેઓ સરકારી સ્કુલ ચલાવવા માંગતા નથી. રાજ્યમાં 27 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં તે શાસન ન ચલાવી શકે તો છોડી દે. આઉટસોર્સીગ રાખો કાયમી કરો ના કરો એ બીજા મુદ્દો છે પણ એક મહિનાના પ્રવાસી શિક્ષકોએ ક્યાં હોય. મારી વિધાનસભામાં આવી સ્કુલ અને મહોલ્લા ક્લિનિક જોઇ શકો છો.

મનિષ સિસોદિયાએ ભાવનગરના હાદાનગર વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 62માં પહોંચ્યા હતા. તેઓએ શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. સ્કૂલની ઈમારતની સ્થિતિ પણ ચકાસી હતી. જે બાદ તેઓએ મીડિયા સમક્ષ આવી સ્થિતિનો ચિતાર આપતા શાળાની દિવાલો તૂટેલી છે અને બાળકોને સ્કૂલમાં બેસવાની વ્યવસ્થા પણ ન હોવાનું કહી સરકાર પર નિશાન તાક્યું.