- અમાનતુલ્લાહ સામેની ઈડીની કાર્યવાહીનો ‘આપ’એ કર્યો વિરોધ
- ઈડીએ લંબાણુપૂર્વકની પૂછપરછ કરી
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના બાટલા હાઉસ સ્થિત ઘર ઉપર ઈડીએ વકફ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે દરોડા પાડ્યાં હતા. ઈડી દ્વારા સોમવારે સવારે અમાનતુલ્લાહ ખાનના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ઈડીએ લંબાણપૂર્વક તપાસ બાદ ઈડીએ આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની અટકાયત કરી હતી.
દરમિયાન અમાનતુલ્લાહએ એક વીડિયો શેર કર્યો હતો. તેમજ તેમણે કહ્યું હતું કે, વહેલી સવારે લગભગ 7 કલાકે ઈડી મારા ઘરે પહોંચી હતી. ઈડીની ટીમ જ્યારે આપના ધારાસભ્યના ઘરે પહોંચી ત્યારે ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. ઈડીએ પોલીસની મદદથી સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમજ ઈડીએ લંબાણપૂર્વકની અમાનતુલ્લાહ ખાનની પૂછપરછ કરી હતી.
ઈડીના દરોડાના લઈને આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે, સર્ચ વોરન્ટ લઈને ઈડી મારી ધરપકડ કરવામાં આવી હતી. મારી સાસુને કેન્સર છે અને ચાર દિવસ પહેલા જ ઓપરેશન થયું છે. ઈડીની તમામ નોટીસનો જવાબ આપવામાં આવ્યો છે. તેમજ મારી સામે જે પણ આરોપ લગાવવામાં આવ્યાં છે તે પાયા વિહોણા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે AAP ધારાસભ્યની ધરપકડ કરી છે. EDની ટીમ ધારાસભ્યને સાથે લઈને ઓફિસ પહોંચી હતી. બીજી તરફ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઇડી ઓફિસની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
અમનતુલ્લા પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે ગેરકાયદેસર રીતે 32 લોકોની નિમણૂક કરવાનો આરોપ છે. વકફ બોર્ડની મિલકતોને ગેરકાયદેસર રીતે ભાડે આપવાનો પણ આરોપ છે. એજન્સીએ તેના કેટલાક નજીકના સંબંધીઓના સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.