દિલ્હીઃ રાજઘાની દિલ્હીના આપના પૂર્વ મંત્રી એવા મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી કોર્ટના ચક્કર કાપી રહ્યા છેએક્સાઇઝ પોલિસી કેસ મામલે તેઓ જેલમાં રહીને સતત કોર્ટના ચક્કર લગાવતા જોવા મળે છએ ત્યારે આજરોજ સુપ્રિમ કોર્ટે પૂર્ન મંત્રીને મોટો ફટકો આપ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે અને તેમની જામીન અરજી ફગાવી દીધી છે.ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા આ વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. 7 માર્ચે EDએ તેની ધરપકડ પણ કરી હતી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયા 8 મહિનાથી જેલમાં બંધ છે.
વઘુ જાણકારી અનુસાર આજરોજ સોમવારે આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલાની સુનાવણી 6 થી 8 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. જો આ સમયની અંદર ટ્રાયલ પૂર્ણ નહીં થાય, તો તમે જામીન માટે ફરીથી કોર્ટનો સંપર્ક કરી શકો છો. કોર્ટે કહ્યું કે એજન્સીએ તેને કહ્યું છે કે 338 કરોડ રૂપિયાના ટ્રાન્સફરની લિંક સાબિત થઈ રહી છે.
આ પહેલા, 17 ઓક્ટોબરના રોજ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે સીબીઆઈ અને ED તરફથી હાજર રહેલા તેમના વકીલ અભિષેક સિંઘવી અને એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુની સુનાવણી કર્યા પછી સિસોદિયાની બે અલગ-અલગ જામીન અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ઉલ્લે્ખનીય છે કે સિસોદિયાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટબંને દ્વારા તપાસ કરવામાં આવી રહેલા એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.