Site icon Revoi.in

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દેશોના વિદેશ મંત્રીઓને મળ્યા

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ફ્રાન્સ, સિંગાપુર, ઓમાન, સ્લોવેનિયા અને માલદીવના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.આ નેતાઓ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે.જયશંકરે ટ્વિટર પર કહ્યું, “ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરિન કોલોના સાથે અદ્ભુત મુલાકાત. G20 ના અમારા પ્રમુખપદ માટેના તેમના સમર્થનની પ્રશંસા કરું છું.”

તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ વૈશ્વિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર વધુ નજીકથી સંકલન કરવા સંમત થયા છે.જયશંકરે સિંગાપુરરના વિદેશ મંત્રી વિવિયન બાલા સાથે પણ મુલાકાત કરી હતી.તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સતત મજબૂત થતા સહયોગ પર સારી ચર્ચા થઈ.

જયશંકર તેમના ઓમાન સમકક્ષ બદ્ર અલ બુસૈદીને મળ્યા અને G20 વિદેશ મંત્રીઓની બેઠક અને ‘રાયસિના ડાયલોગ’ 2023માં તેમની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી.જયશંકરે કહ્યું કે સ્લોવેનિયન વિદેશમંત્રી ટંકા ફજોન સાથે તેમની પ્રથમ મુલાકાત સૌહાર્દપૂર્ણ હતી.તેઓ માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદને પણ મળ્યા હતા.