દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલા બેબી કેર સેન્ટરમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટના બાદ ઓછામાં ઓછા 11 નવજાત બાળકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ નવજાત બાળકોમાંથી 6 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે 5 શિશુઓ હોસ્પિટલમાં દાખલ છે. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ આગમાં હોસ્પિટલ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.
દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે તેને રાત્રે 11.32 વાગ્યે કોલ આવ્યો હતો અને નવ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. દિલ્હીમાં આ ઘટના એવા દિવસે પ્રકાશમાં આવી છે જ્યારે રાજકોટના એક શોપિંગ મોલના ગેમિંગ ઝોનમાં આગ લાગવાને કારણે 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા.