દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારે શિયાળામાં વધતા પ્રદુષણને કન્ટ્રોલ કરવાના ઉપાય હેઠળ આ વર્ષે પણ દિવાળીમાં કોઈ પણ પ્રકારના ફટાકડાના ભંડારણ, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દિલ્હીમાં દર વર્ષે દિવાળીમાં પ્રદુષણ ખતરનાક સ્તર ઉપર પહોંચી જાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી દિવાળીના સમયે દિલ્હીમાં પ્રદુષણની ખતરનાક સ્થિતિને ઘ્યાનમાં રાખીને ગયા વર્ષની જેમ જ આ વખતે પણ દરેક પ્રકારના ફટાકડા ભંડારણ એટલે કે સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેથી લોકોની જીંદગી બચાવી શકાય.
સીએમ કેજરિવાલે બીજી ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગયા વર્ષે વેપારીઓ દ્વારા ફટાગકડાના ભંડારણના પશ્વાત પ્રદુષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેથી વેપારીઓને વ્યાપક નુકસાન થયું હતું. જેથી વેપારીઓને અપીલ છે કે, આ વર્ષે પણ પ્રતિબંધને ખ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારના ફટાકડાનો સંગ્રહ ના કરે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પર્યાવરણ મંત્રી ગોપાલ રાયએ પ્રદુષણને કાબુ રાખવાના ઉપાયોની ચર્ચા અંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી. તેમજ દિલ્હીના પર્યાવરણ મંત્રીના સચિવે કેન્દ્રીય મંત્રીના અંગત સચિવને એક પત્ર લખ્યો છે. કેજરીવાતે તાજેતરમાં જ કહ્યું હતું કે, પૂસા બાયો ડિકમ્પોઝરની ઓડિટ રિપોર્ટની સાથે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીની મુલાકાત કરીશું. તેમજ તેમને ખેડૂતોની વચ્ચે ફ્રીમાં વિતરણ કરવા દિલ્હીની આસપાસના રાજ્યોને નિર્દેશ કરવા આગ્રહ કરવામાં આવશે. બાયો-ડીકમ્પોઝર એક પ્રકારનું તરલ પદાર્થ છે 15-20 દિવસમાં પરાલીને ખાતરમાં બદલી નાખે છે.
(Photo-File)