Site icon Revoi.in

વાયુ પ્રદુષણને લઈને દિલ્હી સખ્ત – દિલ્હી એનસીઆરમાં હવે માત્ર EV, CNG અને BS-6 ડીઝલ બસ જ રસ્તાઓ પર દોડશે

Social Share

દિલ્હીઃ દિલ્હીમાં શિયાળો આવતાની સાથએ જ પ્રદુષણ વઘવા લાગે છે આવી સ્થિતિમાં સરકાર દ્રારા અનેક પગલા લેવામાં આવે છએઐ તો પ્રદુષણ કંટ્રેલ બોર્ડ દ્રારા પણ અનેક પ્રતિબંઘો લગાવીને પ્રદુષણ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવતા હોય છે ત્યારે વિતેલા દિવસે મળેલી બેઠકમાં પ્રદુષણને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે.

દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન  આવતા હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના શહેરોમાં 1 નવેમ્બરથી માત્ર ઇલેક્ટ્રિક ઈવી, CNG અને BS-6 ડીઝલ બસોને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. દિલ્હીમાં હવાની સ્વચ્છતા પર નજર રાખતા સેન્ટ્રલ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એ શુક્રવારે યોજાયેલ બેઠક બાદ  આ જાહેરાત કરી હતી.પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં કાર્યક્ષમ અને સ્વચ્છ જાહેર પરિવહન સેવાઓને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, CAQM એ સંબંધિત રાજ્ય સરકારોને કડક અમલીકરણ માટે સૂચનાઓ આપી છે. 
EV/CNG/BS-6 ડીઝલ બસો માટેની સૂચનાઓ 1 એપ્રિલ, 2024થી ઉત્તર પ્રદેશના એનસીઆરના આઠ જિલ્લાઓમાં માત્ર આ બસો જ ચાલશે. નવી સૂચનાઓ 1 જાન્યુઆરીથી રાજસ્થાનના નોન-એનસીઆર વિસ્તારોમાંથી દિલ્હી-NCR માટે લાગુ થશે.
સમાન ધોરણો 1 જુલાઈ, 2024 થી અન્ય રાજ્યોથી દિલ્હી NCR તરફ જતી બસો પર લાગુ થશે. દિલ્હીમાં પ્રથમ રાજ્ય…એપ આધારિત પ્રીમિયમ બસ સેવા દિલ્હી-એનસીઆરમાં બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે એપ આધારિત પ્રીમિયમ બસ સેવા શરૂ થશે. દિલ્હી સરકારે શુક્રવારે પ્રીમિયમ બસ એગ્રીગેટર સ્કીમને મંજૂરી આપી દીધી છે.
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ સેવા શરૂ થવાથી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધશે. વાયુ પ્રદુષણ ઘટશે. આ સંપૂર્ણ વાતાનુકૂલિત બસો Wi-Fi, GPS, CCTV સુવિધાઓથી સજ્જ હશે. આમાં મુસાફરી આરામદાયક રહેશે. તેમણે કહ્યું કે, દિલ્હી એગ્રીગેટર લાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે. આ અંતર્ગત પ્રીમિયમ બસોના એગ્રીગેટર્સને લાઇસન્સ આપવામાં આવશે. લાઇસન્સ ધારક 25 લક્ઝરી બસો લાવશે, જે દિલ્હીના રસ્તાઓ પર દોડશે.