દિલ્હીની સરાકરે કરી લોંચ ‘વન દિલ્હી’ એપ – હવે બસની યાત્રા કરવી બનશે સરલ
- દિલ્હી સરકારની નવી પહેલ
- વન દિલ્હી એપ કરી લોંચ
- બસનો રિયલ ટાઈમ આ એપની મદદથઈ જાણી શકાશે
દિલ્હીઃ- દિલ્હી સરકાર રાજ્યમાં અવનવા પ્રયોગો કરતી હોય છે, ત્યારે હવે પરિવહન ક્ષેત્રમાં પણ દિલ્હી સરકારે એક ડગલું આગળ માંડ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી સરકારે પરિવહન સુવિધાઓને સ્માર્ટ બનાવવા માટે કાર્બય કર્સયું છે જે હેઠળ બસના યાત્રીઓની સુવિધા માટે ‘વન દિલ્હી’ એપને અપગ્રેડ કરવામાં આવી છે.
જાણકારી મુજબ આ એપની મદદથી તમે બસના આગમનનો સમય, રૂટ, ભાડા સહિતની ટિકિટ અને દૈનિક પાસ સહિતની ફરિયાદો અથવા સૂચનો પણ આપી શકો છો.દિલ્હી સરકારે આજે ‘વન દિલ્હી’ એપનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે.
આ એપ દ્વારા 7300 થી વધુ બસો, 500 થી વધુ બસ રૂટ, 2200 થી વધુ EV ચાર્જરનું લાઈવ ટ્રેકિંગ કરી શકાય છે,આ બાબતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય બાદ હવે દિલ્હીની ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વર્લ્ડ ક્લાસ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
આ સાથે જ પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે કહ્યું કે હું યાત્રીઓ વિનંતી કરું છું કે તેઓ એપ પર પ્રતિસાદ અને ફરિયાદો શેર કરે જેથી અમે જાહેર પરિવહન સેવાઓને સુધારવામાં અમારી મદદ કરી શકીએ. યાત્રીઓને આ એપની મદદથી 7340 બસોમાં સંકલિત સુવિધાઓનો લાભ મળશે. દેશની અન્ય રાજ્ય સરકારો દ્વારા આ પ્રકારની પ્રથમ સુવિધા આપવામાં આવી છે. બસ પછી એપને ઓટો અને મેટ્રો સાથે પણ લિંક કરવામાં આવશે.