Site icon Revoi.in

દિલ્હી સરકારનું એલાન – શાળાઓમાં શિયાળાની રજાઓ ઘટાડીને માત્ર 6 દિવસની કારાઈ

Social Share

દિલ્હી – દેશની રાજધાનીમાં વધતી રંડીને લઈને શિયાળુ વેકેશન આપવામાં આવ્યું હતું જો કે હવે આ વેકેશન ઘટાડી દેવાયું છે  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શાળાઓમાં શિયાળાના વેકેશનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણે આ વખતે શાળાઓમાં શિયાળુ વેકેશન માત્ર 6 દિવસ જ રહેશે. જો કે, અગાઉની શાળાઓ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી બંધ રહી હતી. પરંતુ હવે સરકારના નવા આદેશ મુજબ 1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી જ શાળાઓ બંધ રહેશે.

રાજધાની દિલ્હીની  સરકારે ખરાબ હવાની ગુણવત્તાને કારણે 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી તમામ શાળાઓ પહેલેથી જ બંધ કરી દીધી હતી. તેથી બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને આ વખતે શિયાળાની રજાઓ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હીની તમામ શાળાઓને આ માહિતી વિવિધ માધ્યમો દ્વારા બિન-શૈક્ષણિક સ્ટાફ, શિક્ષણ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સહિત તમામ હિતધારકોને પ્રસારિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે

દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે પણ દિલ્હીની શાળાઓમાં શિયાળાના વેકેશન માટે પરિપત્ર જારી કરાયો  છે. પરિપત્ર મુજબ આ વખતે શિયાળાની રજાઓ 1 જાન્યુઆરીથી શરૂ થશે અને 6 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા સર્ક્યુલરમાં લખવામાં આવ્યું છે કે, ‘શૈક્ષણિક સત્ર 2023-24 માટે શિયાળુ વેકેશન 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીનું હતું. જો કે, દિલ્હીમાં ખરાબ હવા ગુણવત્તા સૂચકાંકને કારણે અમારા વિદ્યાર્થીઓને પ્રતિકૂળ અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી શિયાળાના વેકેશનનો એક ભાગ મનાવવામાં આવ્યો હતો

આ સાથે જ જારી કરેલ  પરિપત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે શૈક્ષણિક સત્ર 2023-2024 માટે શિયાળુ વેકેશનનો બાકીનો ભાગ 1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી, 2024 સુધી ઉજવવામાં આવશે.