- કેજરીવાલ સરકારની યોજના
- કોરોનામાં પરિવારજનને ગુમાવનારને આર્થિક સહાય
- 50 હજાર રુપિયાની કરશે મદદ
દિલ્હી- સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકોએ પોતાના પરિવારના લોકોને ગુમાવ્યા છે, ત્યારે પરિવારના સભ્યોને કોરોનામાં ગુમાવનાર લોકોની મદદે દિલ્હી સરકાર આવી છે,દિલ્હી સરકારે કોરોનાનો ભોગ બનેલા લોકોને આર્થિક સહાય આપવાની યોજના બનાવી છે.
આ નાણાકીંય સહાયને સરાકરે જાહેર કરી છે, દિલ્હી સરકારના સમાજ કલ્યાણ વિભાગના મંગળવારના રોજમુખ્યમંત્રી કોવિડ-19 પરિવાર આર્થિક સહાય યોજના જારી કરી છે,આ અંતર્ગત પરિવારને 50 હજાર રુપિયાની આર્થિક મદદ કરાશે,જેમાં જે પરિવારે કોરોનામાં એક પણ સભ્ય ગુમાવ્યો હશે તેને આ સહાય મળવા પાત્ર બને છે.
તાજેતરમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આવી યોજના લાવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ માતા-પિતા ગુમાવનારા બાળકોને મફત શિક્ષણ અને આર્થિક સહાય આપવાનું વચન પણ આપ્યું હતું. સરકાર કોરોનાનો ભોગ બનેલા પરિવારના સભ્યને નાગરિક સંરક્ષણ સ્વયંસેવક તરીકે નોંધાવવા પણ વિચારણા કરી રહી છે. આ સહીત બાળકોની આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પણ પુરી પાડવામાં આવશે.
આ યોજનાનો લાભ લેનારા માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નક્કી કરાઈ નથી, આ બાબતે જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે મૃતક અને આશ્રિત બંને દિલ્હીના હોવા જોઈએ એ જરુરી છે. આ માટે કોવિડ -19 નું ડેથ સર્ટિફિકેટ આપવું પડશે. સહાયની રકમ ઉપરાંત, કોરોના દરમિયાન માતાપિતા ગુમાવનારા બાળકોને માસિક રૂ. 2 હજાર 500 નું પેન્શન પણ આપવામાં આવશે. આ સહાય રકમ 25 વર્ષની વય સુધી ઉપલબ્ધ રહેશે.