Site icon Revoi.in

પાણીની સમસ્યાના ઉકેલા માટે સમિતિની રચના કરવા દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી અને હરિયાણા વચ્ચેના જળ વિવાદને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સમસ્યાના સમાધાન માટે એક સમિતિની રચના કરવી જોઈએ. દિલ્હી સરકારે અરજી દાખલ કરીને હરિયાણાને તાત્કાલિક પાણી છોડવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે. કહેવાય છે કે હીટવેવ અને આકરી ગરમી વચ્ચે પાટનગરના લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે.

જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પ્રસન્ના બી વરાલેની બેન્ચે દિલ્હી જળ સંકટની સુનાવણી કરી હતી. આ દરમિયાન દિલ્હી સરકાર વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા, જ્યારે હરિયાણા વતી વકીલ શ્યામ દિવાને દલીલો રજૂ કરી હતી. સિંઘવીએ કહ્યું કે, કોર્ટે કમિટી બનાવવા પર વિચાર કરવો જોઈએ. આ લોકોના હિતમાં છે, કારણ કે જે બોર્ડ પાણી જેવી બાબતોને નિયંત્રિત કરે છે તે અમલદારશાહી સંસ્થાઓમાં ઘટાડી દેવામાં આવે છે.

દિલ્હીમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેથી આ મામલે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં દિલ્હી સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાણીના બગાડ સહિતના મુદ્દે કેજરિવાલ સરકારને અણીયારા સવાલો કર્યાં હતા. તેમજ આકરી ટકોર પણ કરી હતી. દિલ્હીમાં પાણીની સમસ્યા એટલી વિકટ બની છે લોક પાણી માટે વલખા મારી રહ્યાં છે.