Site icon Revoi.in

દિલ્હી સરકારી શાળાના શિક્ષકો તાલીમ માટે ફિનલેન્ડ જશે – ઉપરાજ્યપાલે આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાનીના શિક્ષકો હવે ટ્રેનિંગ માટે વિદેશ જશે,  દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીની સરકારી શાળાઓના શિક્ષકોને ફિનલેન્ડમાં ટ્રેનિંગ માટે મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

જાણકારી પ્રમાણે આ સાથે લેફ્ટનન્ટ ગવર્નરે ટ્રેનિંગ માટે જતા પ્રાથમિક ઈન્ચાર્જની સંખ્યા પણ 52 થી વધારીને 87 કરી છે. લેફ્ટનન્ટ ગવર્નરને આપેલી માહિતી પ્રમાણે  ત્યાં 29 વહીવટી ઝોન છે અને દરેક ઝોનમાંથી 3 પ્રાથમિક ઈન્ચાર્જ ફિનલેન્ડ તાલીમ માટે જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે  દિલ્હીની સરકારી શાળાના શિક્ષકોને ફિનલેન્ડની તાલીમ માટે મોકલવાનો મુદ્દો ઘણા સમયથી રાજ્ય સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે તણાવનું કારણ બની રહ્યો હતો.જ્યારે કેજરીવાલ સરકારે અગાઉ આ પ્રસ્તાવ LGને મોકલ્યો હતો, ત્યારે LGએ ખર્ચ-લાભ વિશ્લેષણ કરવા અને દેશમાં જ તાલીમ માટે વિકલ્પો શોધવાનું કહ્યું હતું. આ પછી, કેજરીવાલ સરકારે 20 જાન્યુઆરીએ ફરીથી આ કેસની ફાઇલ ઉપરાજ્યપાલને મોકલી. ત્યારે હવે  લેફ્ટનન્ટ ગવર્નરે હવે તેને મંજૂરી આપી દીધી છે