Site icon Revoi.in

દિલ્હીમાં હવે રાતે 3 વાગ્યા સુધી મદિરાની મહેફિલ માણી શકાશે- દિલ્હી સરકાર ટૂંક સમયમાં આદેશ જારી કરશે

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં દિલ્હીમાં મોડી રાત સુધી મદિરાપાનની દુકાનો ખુલ્લી રાખવા બાબતે ઘમાસાણ ચાલી રહ્યુંનહતું ત્યારે હવે દિલ્હી સરકારે એક નીતિગત નિર્ણય લીધો છે જેમાં બાર ઓપરેટરોને સવારે 3 વાગ્યા સુધી દારૂ આપવાની છૂટ આપવામાં આવશે.આ મામલે  મળતી જાણકારી મુજબ સરકારે આબકારી વિભાગને જરૂરી સૂચનાઓ જારી કરી છે અને આબકારી નીતિ 2021-22 મુજબ ટૂંક સમયમાં આદેશ જારી કરવામાં આવે તેવી શક્યતા છે.

એક કારી આપી હતી કે , “રેસ્ટોરાંમાં બારને અત્યાર સુધી મોડી રાત્રે એક વાગ્યા સુધી ચલાવવાની છૂટ છે. જો આ સમય રાત્રે 3 વાગ્યા સુધી લંબાવવામાં આવે તો એક્સાઇઝ વિભાગ પોલીસ સહિત અન્ય એજન્સીઓ સાથે મળીને કામ કરશે.

નવેમ્બર 2021 થી અમલમાં આવેલી નવી આબકારી નીતિમાં ભલામણ કરવામાં આવી છે કે બારનો ઓપરેટિંગ સમય પડોશી શહેરોની સમકક્ષ લાવી શકાય. NCR શહેરો, ગુરુગ્રામ અને હરિયાણાના ફરીદાબાદમાં બારને સવારે 3 વાગ્યા સુધી ખોલવાની છૂટ છે. જોકે, ઉત્તર પ્રદેશના નોઈડા અને ગાઝિયાબાદમાં બાર એક વાગ્યા સુધી ખુલ્લા રહે છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 550 સ્વતંત્ર રેસ્ટોરન્ટ કાર્યરત છે જે આબકારી વિભાગના L-17 લાયસન્સ પર ભારતીય અને વિદેશી બ્રાન્ડની દારૂ પીરસે છે. લગભગ 150 જેટલી હોટેલ્સ અને મોટેલ્સની રેસ્ટોરાંમાં ચોવીસ કલાક દારૂ પીરસવાની મંજૂરી છે. આબકારી વિભાગ દ્વારા આવી રેસ્ટોરાંને L-16 લાયસન્સ આપવામાં આવે છે.આ પગલાને આવકારતાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઈન્ડિયા ના પ્રમુખ કબીર સૂરીએ જણાવ્યું હતું કે, “પોલીસીમાં ભલામણ મુજબ બાર ખોલવાનો સમય બપોરે 3 વાગ્યા સુધી લંબાવવાની માંગ સાથે અમે દિલ્હી સરકારનો સંપર્ક કર્યો છે.”