મંત્રી સત્યેન્દ્ર જૈનની મનિ લોન્ડરિંગ કેસમાં કોર્ટે આપ્યો ફટકો – દિલ્હીની કોર્ટે જામીન અરજી ફગાવી
- દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી હાલ પણ જેલમાં જ રહેશએ
- કોર્ટ દ્રારા તેઓની જામની અરજી ફગાવામાં આવી
દિલ્હીઃ– આપ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડિરીંગ કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મે ની 30 તારીખે ધરપકડ કરવામાં આવી હતી આ સાથે જ ઈડીએ મંત્રી જૈનની 5 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
મંત્રી જૈન તથા તેના નજીકના લોકોના ઘરે પણ ઈડી દરોડા પાડ્યા હતા જો કે તેમને જેલી બહાર નિકાળવા માટે દિલ્હીની સરકારે કોર્ટમાં અરજી કરી હતી ત્યારે હવે તેમની જામીન અરજી ફગાવી દેવા હોવાની માહિતી મળી રહી છે. મંત્રી સત્યેન્દ્ર જૈનને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તરફથી મોટો ફટકો પડ્યો છેે
મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન અને અન્ય બે લોકોની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ જૈનની ધરપકડ કરવામાં આવી હતી.