દિલ્હીઃ સરકારી સ્કૂલોમાં 12 હજારથી વધારે સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને આજે મહત્વનો દિવસ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની સરકારી સ્કૂલોમાં 12000થી વધારે નવા સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. દિલ્હીમાં 240 સરકારી સ્કૂલમાં 12430 નવા સ્માર્ટ ક્લાસરૂમ જોડાયાં છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની સાથે નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયા ઉપસ્થિત રહ્યાં હતા.
દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર દિલ્હીમાં કેજરિવાલની સરકાર દ્વારા નવા બનાવેલા નવા ક્લાસરૂમની સંખ્યા 20 હજાર થઈ છે. જે નવી 537 સ્કૂલ બિન્ડીંગ સમાન છે. આ નવા ક્લાક તૈયર થતા વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. આ ક્લાસરૂમમાં પ્રોજેક્ટર ડિજીટલ બોર્ડ જેવી સુવિધા છે. તેમજ નવી સ્કૂલ ઈમારતોમાં ડિઝાઈનર ડેસ્ક, આધુનિક લેબોરેટરી, મોટી લાઈબ્રેરી, મોડર્ન સુવિધા સાથેનો સ્ટાફ રૂમ, મલ્ટીપર્પઝ હોલ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે લિફ્ટ સહિતની સુવિધા પણ ઉભી કરાઈ છે.
કેજરિવાલ સરકારે દાવો કર્યો છે કે, દિલ્હી શિક્ષા અને આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. દરમિયાન આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્યના મુદ્દા ઉપર જ ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. વિવિધ રાજ્યોમાં આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ ઉપર પ્રચાર કરી રહ્યું છે.