Site icon Revoi.in

‘સેફ ટ્રાવેલ બેરોમિટર’ના વૈશ્વિક સર્વેમાં IGI એરપોર્ટ સુરક્ષિત યાત્રાની દ્રષ્ટિએ બીજા સ્થાને

Social Share

ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરી એક વખત કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યું છે. કોવિડ -19ની મહામારીમાં  વિમાનોના ખાસ સંચાલન અને સુવિધાયુક્ત સંચાલનો સાથે સંક્રમણના સમય સાવધાની પૂર્વક યાત્રા કરવવા માટેની હોળમાં દિલ્હી એરપોર્ટેનો સમગ્ર વિશ્વમાં બીજો નંબર આવ્યો છે.ત્યારે આ  બાબતે પ્રથમ નંબરે સિંગાપોરનું ચાંગી અરપોર્ટનો સમાવેશ થયો છે.

કોરોના મહામારીમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને યાત્રાના સુવિધાયુક્ત બંદોબસ્તને લઈને સેફ ટ્રાવેલ બેરોમિટર એ વિશ્વના 200 અરપોર્ટનો એક ખાસ સર્વે કર્યો છે, આ સમગ્ર સર્વેમાં દિલ્હીનું આઈજીઆઈ એરપોર્ટ બીજા ક્રમે આવ્યું છે, જ્યારે સીંગાપોર એર્પોર્ટ એ કુલ 5 પૈરામિટરના સર્વેમાં 4.6 ગુણ પ્રાપ્ત કરીને પ્રથમ નંબર મેળવ્યો છે, જ્યારે ભારતના દિલ્હી સ્થિતિ આઈજીઆઈ એરપોર્ટએ 5.7 ગુણ સાથે બીજો ક્રમ મેળવ્યો છે, જો કે સિંગાપોરથી  માત્ર દિલ્હી એરપોર્ટ એક ક્રમ પાછળ રહ્યું છે.

આ વિશ્વ રેન્કિંગમાં દિલ્હી સિવાય જર્મની અને ચીનના એરપોર્ટે પણ 4.6 ગુણ  મેળવીને વિશ્વ રેન્કિંગમાં બીજો ક્રમ મેળવ્યો છે. સેફ ટ્રાવેલ બેરોમીટર નામની એક  ખાનગી કંપનીએ આરોગ્ય અને સુરક્ષિત માર્ગદર્શિકાને અનુસરીને યાત્રા કરાવતા કોરોના દરમિયાન વિશ્વના લગભગ 200 જેટલા એરપોર્ટનો ખાસ સર્વે કર્યો હતો.

દિલ્હી એરપોર્ટે પર સારી સફાઈ વ્યવ્સ્થા,કોવિડ -19 ટેસ્ટ લેબ, ઓટોમેટિક હેન્ડ સેનિટાઈઝર મશીન, અલ્ટ્રા વાયોલેટ બેગેજ સ્કેનર, સામાજિક અંતર સહીતના કેટલાય પરિક્ષણોમાં સુરક્શિત સાબિત થયું છે.

સાહીન-