દિલ્હી બનતું જઈ રહ્યું છે ગેસ ચેમ્બરઃ ફરી આજે પ્રદુષણ વધશે, અનેક વિસ્તારોમાં શ્વાસ લેવું પણ બન્યું મુશ્કેલ
- દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે
- કેટલાક વિસ્તારોમાં શ્વાસ લેવું પણ મુશ્કેલ
- રાજધાની બની રહ્યું છે ગેસચેમ્બર
દિલ્હીઃ- દેશના કેટલાક શહેરોમાં પ્રદુષણનું સ્તર વધતું જોવા મળી રહ્યું છે ત્યારે દેશની રાજધાની દિલ્હી આ બાબતે મોખરે જોવા મળે છે, અહીં ઘીરે ઘીરે શહેર ગેસ ચેમ્બર બનતું જઈ રહ્યું છે,કેટલાક વિસ્તારોમાં પ્રદુશમનું સ્તર એટલી હદે વધી રહ્યું છે કે લોકોને શ્વાસ લેવામાં પમ તકલીફ પડી રહી છે.
હજુ આજની સ્થિતિમાં પણ દિલ્હીના લોકોને પ્રદૂષણમાંથી રાહત મળી નથી. પવનની ધીમી ગતિને કારણે શનિવારે હવામાં પ્રદૂષણનું સ્તર વધી શકે છે. શુક્રવારે દિલ્હીની હવા પણ અત્યંત નબળી શ્રેણીમાં નોંધાઈ હતી. દિલ્હીવાસીઓ સતત પ્રદૂષિત હવા શ્વાસ લેવા માટે મજબૂર છે. ધુમ્મસ, વાદળ છાયુ વાતાવરણ અને સવારની શાંત હવાને કારણે ગુરુવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 429 રહ્યો હતો. તે ગંભીર તરીકે વર્ગીકૃત થયેલ છે.
જો કે, સાંજના સમયે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ પડ્યો હતો, ત્યારબાદ પ્રદૂષક રજકણો અમુક અંશે સ્થિર થયા હતા. શુક્રવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 346 પોઈન્ટ પર રહ્યો હતો. હવાનું આ સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહ્યું છે.
જો કે એક દિવસ પહેલાની સરખામણીએ તેમાં 83 પોઈન્ટનો સુધારો થયો છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક 300 ની ઉપર છે. તે જ સમયે, જહાંગીરપુરી મોનિટરિંગ સેન્ટરનો ઇન્ડેક્સ 409 રહ્યો. હવાના આ સ્તરને ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
એક દિવસ પહેલાની સરખામણીમાં પ્રદૂષણનું સ્તર ભલે નીચે આવ્યું હોય, પરંતુ દિલ્હીની હવામાં હજુ પણ અઢી ગણા વધુ પ્રદૂષક કણો જોવા મળી રહ્યા છે.આ મામલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે સાંજે 5 વાગ્યે હવામાં PM 10નું સ્તર 254 માઈક્રોગ્રામ અને PM 2.5નું સ્તર 162 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતું. ધોરણો અનુસાર, હવામાં પીએમ 10નું સ્તર 100થી ઓછું અને પીએમ 2.5નું સ્તર 60થી ઓછું હોવું જોઈએ. આ મુજબ દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર હાલમાં ધોરણો કરતાં અઢી ગણું વધારે છે.