Site icon Revoi.in

દિલ્હી વૈશ્વિક સ્તરે સૌથી પ્રદુષિત રાજધાની, હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ: રિપોર્ટ

Social Share

દિલ્હીને વૈશ્વિક સ્તરે સૌથી પ્રદૂષિત રાજધાની તરીકે નામ આપવામાં આવ્યું છે. મંગળવારે જાહેર કરેલ એક નવા રિપોર્ટ મુજબ દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની દિલ્હી છે. સ્વિસ સંગઠન આઇક્યુ એર દ્વારા તૈયાર અને મંગળવારે જાહેર વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020 માં કહેવવામાં આવ્યું હતું કે,વિશ્વના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાં બાંગ્લાદેશ, ચીન, ભારત અને પાકિસ્તાનથી 49 શહેરો આવે છે.

દેશોની રેંકીંગમાં બાંગ્લાદેશની સ્થિતિને સૌથી ખરાબ ગણાવી છે. આ પછી પાકિસ્તાન અને ભારતની હવાની ગુણવત્તાને સૌથી ખરાબ ગણાવી છે. વર્લ્ડ કેપિટલ સિટી રેંકીંગમાં દિલ્હી ટોચ પર છે,ત્યારબાદ ઢાકા અને ઉલાનબટાર છે. નોંધનીય છે કે,ભારતના ઘણા શહેરોમાં પ્રદૂષણમાં એકંદર સુધારો થયો છે,જે 2019 ની સરખામણીમાં 63 ટકા સીધો સુધારો જોવા મળ્યો છે.

તેમાં કહેવવામાં આવ્યું હતું કે, જાન્યુઆરી 2019 માં રજૂ કરાયેલા ભારતના પ્રમુખ રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ માટે આ પ્રગતિ માત્ર નાના ફેરફાર છે,જે 2017 ની બેઝલાઇનથી 2024 સુધીના 122 પસંદ કરેલા શહેરોમાં 20-30 ટકાની વચ્ચે છે. રિપોર્ટ મુજબ,2019 અને 2020 દરમિયાન હવામાં ગુણવત્તાયુક્ત સુધારણા થવા છતાં ભારતમાં હવાનું પ્રદૂષણ હજુ પણ ખતરનાક રીતે વધારે છે. વિશ્વના 30 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 22 ભારતના છે.

-દેવાંશી