Site icon Revoi.in

દુનિયામાં સૌથી વધારે સીસીટીવી લગાવાયેલા શહેરોમાં દિલ્હી પ્રથમ

Social Share

દિલ્હીઃ દેશમાં અમદાવાદ સહિત વિવિધ શહેરમાં સુરક્ષાના કારણોસર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. માત્ર ભારતમાં જ દુનિયાના મોટાભાગના દેશોમાં સુરક્ષાને કારણોસર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. દુનિયામાં સૌથી વધારે સીસીટીવી કેમેરા ધરાવતા શહેરોમાં ભારતની રાજધાની દિલ્હી ટોપ ઉપર છે. જ્યારે બ્રિટનનું લંડન શહેર બ્રીજા ક્રમે છે. આ યાદીમાં ભારતના અન્ય બે શહેર ચેન્નાઈ અને મુંબઈનો પણ સમાવેશ થાય છે.

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર ભારતની રાજધાની દિલ્હીમાં જાહેર સ્થળો ઉપર દર ચોરસ મીટર વિસ્તારમાં સૌથી વધારે 1826 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. જ્યારે બીજા નંબર ઉપર રહેલા દિલ્હીમાં દર ચોરસ મીટરે 1138 કેમેરા લગાવવામાં આવેલા છે. ત્રીજા ક્રમ ઉપર ભારતના જ શહેર ચેન્નાઈનો સમાવેશ થાય છે. ચેન્નાઈમાં દર ચોરસ મીટર વિસ્તારમાં 609 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. આવી જ રીતે આ યાદીમાં દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈનો 18મા ક્રમે સમાવેશ થાય છે. મુંબઈમાં 157.4 કેમેરા લગાવવામાં આવ્યાં છે.

આ રિપોર્ટ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરી પોતાના અધિકારીઓ તથા એન્જિનિયર્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમણે ફોર્બ્સની યાદી શૅર કરતા લખ્યું કે, મને જણાવતા ગર્વ થાય છે કે દિલ્હીએ શાંઘાઇ, ન્યૂયોર્ક અને લંડનને દર ચો.મી.માં મહત્તમ સીસીટીવી કેમેરા મામલે પછાડ્યા છે.