- દિલ્હી સરકારની ઘર ઘર રાશન યોજના પર કેન્દ્રની લાલ આંખ
- કેન્દ્ર આ યોજના પર લગાવી રોક
દિલ્હીઃ- દિલ્હીની કેજરીવાલ સરકાર રાજ્યની જનતા માટે અનેક પ્રયત્નો કરીને જનતાને સારી સગવળ મળી રહે તેવા પ્રયાસો કરતી રહે છે, ત્યારે હવે ઘરે ઘરે રાશન પહોંચાડવાની દિલ્હી સરકારની યોજના જોખમમાં હોવાનું જણાય આવ્યું છે. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની આ યોજના પર રોક લગાવી દીધી છે. આ યોજના આવતા અઠવાડિયે શરૂ થવાની હતી. દિલ્હી સરકારની તમામ તૈયારીઓ અટકાવી દેવામાં આવી હતી કારણ કે સરકાર તેને મોટા પાયે શરૂ કરવાની હતી. આ યોજનાથી દિલ્હી સરકાર 72 લાખ લોકોના ઘરે રેશન પહોંચાડવાની તૈયારીમાં હતી.
દિલ્હી સરકારની બહુ રાહ જોવાતી ડોર સ્ટેપ રાશન ડિલિવરી પર ગ્રહણ લાગ્યું છે. માર્ચ મહિનામાં જ કેન્દ્ર સરકારે આ યોજના સામે વાંધો નોંધાવ્યો હતો. હવે તેના પર દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પ્રતિબંધ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હી સરકારે આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લીધી નહોતી.
આ કારણોસર આ યોજના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ યોજના હેઠળ 72 લાખ લોકોના ઘરે ઘરે રાશન પહોંચાડવા જઇ રહ્યા હતા. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના રાખવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારને આ અંગે વાંધો હતો. દલીલ એવી હતી કે રાશન વિતરણ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ પણ રાજ્ય તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. આ વાંધા બાદ 25 માર્ચે જે યોજના શરૂ થવાની હતી તે મુલતવી રાખવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની મુખ્યમંત્રી યોજના સામે વાંધો ઉઠાવ્યા પછી, આ યોજનાનું નામ દિલ્હી સરકાર દ્વારા બદલીને ઘર-ઘર રાશન યોજના કરવામાં આવ્યું હતું જે આવતા અઠવાડિયે શરૂ થવાની હતી. પરંતુ નામ બદલ્યા પછી પણ આ યોજના સાકાર થઈ શકી નથી.