Site icon Revoi.in

દિલ્હીઃ મનસુખ માંડવિયા સામાન્ય દર્દીના વેશમાં સારવાર કરાવવા સરકારી હોસ્પિટલમાં પહોંચ્યાં

Social Share

દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સતત અધિકારીઓ સાથે દેશની જનતાને મળતી આરોગ્યની સુવિધાઓને લઈને એક્ટિવ રહે છે. દરમિયાન આરોગ્ય મંત્રી રાત્રિના સમયે દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં પોતાની ઓળખ છુપાવીને સારવાર કરાવવા માટે પહોંચી ગયા હતા. હોસ્પિટલની વ્યવસ્થાથી તેઓ ખુબ પ્રભાવિત થયાં હતા. તે બાદ તેમણે સારવાર કરનારા તબીબને મંત્રાલય બોલાવીને સન્માનિત કર્યાં હતા.

મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, CGHS સેવાની વ્યવસ્થા તપાસવા માટે સામાન્ય દર્દીને બનીને દિલ્હીની એક ડિસ્પેન્સરીમાં ગયો હતો. મને ખુશી થઈ કે અહીં કાર્યરત ડોકટર અરવિંદ કુમારજીની ફરજ પ્રત્યે કર્તવ્યનિષ્ઠા અને તેમની સેવા ભાવના પ્રેરિત કરે છે. તેમનો કાર્ય પ્રત્યેની સમર્પણનું સન્માન જરૂરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સારવાર કરનાર ડોકટર અરવિંદકુમારને બીજા દિવસે મંત્રાલય બોલાવાયાં હતા અને સન્માન કરાયું હતું. ડોકટરને લખેલા પત્રમાં આરોગ્યમંત્રીએ કહ્યું છે કે, તમારી વિનમ્રતા, વિશેષજ્ઞતા અને કામ પ્રત્યેનું સમર્પણ દેશભરના તબીબોને પ્રેરણાપુરી પાડે છે.

પત્રમાં તેમણે લખ્યું છે કે, જો દેશમાં તમામ સીજીએચએસ ડોકટર, અન્ય ડોકટર અને આરોગ્ય કર્મચારીએ પોતાના ત્યાં આવતા દર્દીઓની સારવાર આ જ સંવેદના સાથે કરો તો આપણે તમામ મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારતનું સ્વપ્ન કરી શકીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી અને રસીકરણ અભિયાન ઉપર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા સતત ધ્યાન રાખી રહ્યાં છે. તેમજ તબીબો સહિતના આગેવાનો સાથે સતત સમીક્ષા કરે છે.