Site icon Revoi.in

દિલ્હી MCD ચૂંટણીનું પરિણામઃઅત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 121 સીટ પર કબ્ઝો કર્યો, બીજેપીના ખાતે 97 સીટ

Social Share

દિલ્હીઃ- આજરોજ બુધવારે દિલ્હીમાં 5 ટિસેમ્બરના રોજ મ્યુનસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીની ચૂંટણી માટેનું મતદાન યોજાયું ત્યારે આજરોજ 7 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે ,જેમાં આમ આદમી પાર્ચીની ભવ્ય જીત જોવા મળે છે,સીએમ કે જરીવાલે કરેલા વાયદા પ્રમાણ આમ આદમી પાર્ટીએ 100થી વધુ સીટો કબ્ઝે કરી છે.જો કે હાલ સંપૂર્મ પરિણામ આવવાનું બાકી છે ત્યારે પંજાબના સીએમ આ ઉત્સાહને જોઈને દિલ્હી આવી પહોચ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે એમસીડીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 111 સીટો જીતીને ભવ્ય જીત હાંસલ કરી છે,તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એ પણ 93 સીટો પર પોતાનો કબ્ધો કર્યો છે ,જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો તેના ખાતામાં 11 સીટો આવી છે તો અન્ય રાજકરિય દળોના ખાતામાં 5 સીટો આવી છે.અત્યાર સુધીના પરિણઆમો આપની જીત દર્શાવી રહ્યા છે ત્યારે એપની કાર્યાલયમાં પણ જશ્નનો માહોલ બીન રહ્યો છે.

પાર્ટીના નેતાઓ સવારથી જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને આવવા લાગ્યા છે. આ બેઠકમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢાએ હાજરી આપી હતી. મત ગણતરીના વલણો વચ્ચે દિલ્હીમાં AAP કાર્યાલયમાં બલૂન અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.

દિલ્હીના સીએમને મળવા આવેલા ભગવંત માને મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 15 વર્ષ લાંબા કોંગ્રેસના શાસનને જડમૂળથી ઉખેડી નાખ્યું છે દિલ્હીના લોકોને નફરતની રાજનીતિ પસંદ નથી, તેઓ શાળા, હોસ્પિટલ, વીજળી, સ્વચ્છતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મત આપે છે.જો કે બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના ચારમાંથી ત્રણ વોર્ડ ભાજપે કબજે કર્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર માત્ર એક વોર્ડ પર જીત્યા છે.