કિસાન ટ્રેક્ટર માર્ચ: દિલ્હી મેટ્રોનું લાલ કિલ્લા સ્ટેશન અને જામા મસ્જિદમાં પ્રવેશ બંધ
- દિલ્હી મેટ્રોનું લાલ કિલ્લો સ્ટેશન બંધ
- જામા મસ્જિદ સ્ટેશન પરથી પ્રવેશ નહીં
- અન્ય તમામ સ્ટેશનો પર મેટ્રો સેવા સામાન્ય
- પોલીસ બંદોબસ્ત મોટી સંખ્યામાં તૈનાત
- ટ્રેક્ટર પરેડ ઉપદ્રવમાં 86 જવાનો ઘાયલ
- દિલ્હી પોલીસે નોંધી એફઆઈઆર
દિલ્લી: કિસાન ટ્રેક્ટર માર્ચ દરમિયાન થયેલી હિંસાની અસર દિલ્હી મેટ્રો પર પણ પડી છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બાદ જામા મસ્જિદ સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે.
લાલ કિલ્લો મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના બંને દરવાજા બંધ કરી દીધા છે. તો,જામા મસ્જિદનો પ્રવેશ ગેટ બંધ કરવામાં આવ્યો છે. અન્ય તમામ સ્ટેશનો પર મેટ્રો સેવા સામાન્ય બનાવવામાં આવી છે.
હિંસાને ધ્યાનમાં રાખીને મેટ્રોએ સવાધાની લીધી છે. અને ઘણા સ્ટેશનો બંધ કર્યા હતા.ગ્રીન લાઈનને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તેને ખોલવામાં આવ્યું છે.
કિસાનોના ટ્રેક્ટર માર્ચમાં થયેલી થયેલી હિંસા બાદ હવે દિલ્હી સહિત એનસીઆરમાં પોલીસ એલર્ટ પર છે. લાલ કિલ્લાને ખાલી કરાવવામાં આવ્યું છે. 83 પોલીસ જવાનોને ઈજા પહોંચ્યા બાદ દિલ્હી પોલીસે અનેક એફઆઈઆર નોંધી છે. ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ છે.
ખેડુતોની માંગણીઓને દોરવાના હેતુસર ટ્રેક્ટર પરેડ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના માર્ગો પર જોવા મળી હતી. હજારોની સંખ્યામાં ઉગ્ર પ્રદર્શનકારી કિસાન અવરોધ તોડીને લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. રાજપથ અને લાલ કિલ્લા પર બે સંપૂર્ણપણે અલગ વસ્તુઓ જોવા મળી.રાજપથ પર એક તરફ ભારતીયોએ પ્રજાસત્તાક દિન પર દેશની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન જોયું.
તો બીજી તરફ પ્રદર્શનકારી ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઈને મુગલ યુગના લાલ કિલ્લા પર પહોંચ્યા, જે સ્વતંત્રતા દિવસની ઉજવણીનું મુખ્ય સ્થળ છે. દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં અનેક સ્થળોએ અથડામણ થઈ હતી, જેના કારણે અરાજકતાની સ્થિતિ સર્જાઇ હતી. આ દરમિયાન દિવસભર હિંસા ચાલતી હતી.
આ સમયગાળા દરમિયાન ઘાયલ થયેલા ખેડૂતોની વાસ્તવિક સંખ્યા જાણી શકાય નથી, પરંતુ દિલ્હી પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, તેમના 86 કર્મચારીઓ ઘાયલ થયા છે. આમાંથી 41 પોલીસકર્મીઓ લાલ કિલ્લા પર ઘાયલ થયા હતા.
-દેવાંશી