- મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી
- ઈડીએ નજીકના સંબંઘીઓના ત્યા દરોડા પાડ્યા હતા
- મોટી માત્રામાં ણળ્યું સોનું, કરોડો કેશ પણ ઝપ્ત
દિલ્હીઃ- મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાડેલી રેડમાંસત્યેન્દ્ર જૈન અને તેમના એક નજીકના સહયોગીના ઘરેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે એટલું જ નહી કહેવામાં આવી રહ્યું છે કે કિલોમાં સોનુ પમ મળી આવ્યું છે હાલ સત્યેન્દ્ર જૈન EDની કસ્ટડીમાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે સત્યેન્દ્ર જૈન અને તેમના એક નજીકના મિત્રના ઘરેથી EDને 2.82 કરોડ રૂપિયાની રોકડ મળી છે. આ સાથે એક કિલોથી વધુ સોનું પણ મળી આવ્યું છે, જેમાં 133 સોનાના સિક્કાઓનો સમાવેશ થાય છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.આ સાથે જ- આ સોનાનું વજન 1 .80 કિલો ગ્રામ કહેવામાં આવી રહ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ સોમવારે ક મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના નિવાસસ્થાન અને અન્ય સ્થાનો પર દરોડા પાડ્યા હતા. 57 વર્ષીય જૈનની 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેને 9 જૂન સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.