Site icon Revoi.in

દિલ્હી- મુંડકામાં અગ્નિકાંડ – પીએમ રાહત ફંડમાંથી મૃતકોને 2 લાખ રુપિયા અને ઘાયલને 50 હજારની સહાય અપાશે

Social Share

દિલ્હીઃ- વિતેલી સાંજે દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિતિ ત્રણ માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની હતી,  મુંડકા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગમાં 27 લોકોના મોત થયા હતા. 50 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે. આ અકસ્માતમાં ફાયર બ્રિગેડના બે જવાનોના પણ મોત થયા હતા. આ ઈમારતમાં હાલ પણ ઘણા લોકો ફસાયેલા છે. ઘણા લોકો લાપકતા છે તેની શોધ કરવામાં આવી રહી છે.

ઘાયલોને ગ્રીન કોરિડોર બનાવીને સંજય ગાંધી હોસ્પિટલમાં  સારવાર અર્થે દાખલ કરી દેવાયા છે. ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવામાં લાગી ગઈ હતી. 

આ ઘટનાએ સમગ્ર દેશમાં ગમગીની ફેલાવી છે ત્યારે દેશના વડાપ્રધાન મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મોડી રાત્રે આગ પર કાબૂ મેળવી લેવામાં આવી હતી પરંતુ હજુ પણ ધુમાડા અને કાટમાળમાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ફાયર બ્રિગેડના અધિકારી સતપાલ બરદ્વાજે જણાવ્યું કે અન્ય કોઈ મૃતદેહ મળ્યા નથી.

આ ઉપરાંત પોલીસકર્મીઓ પણ બચાવ કાર્યમાં લાગેલા છે. આ બિલ્ડિંગમાં અનેક કંપનીઓની ઓફિસો અને ફેક્ટરીઓ આવેલી હોવાથઈ મોટા પ્રમાણમાં લોકો અહી ફસાયા હતા. 

પીએમ રાહકત ફંડમાંથી 2 લાખની સહાયની જાહેરાત

અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર  રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં અવી છે વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક ટ્વીટમાં આ જાણકારી આપવામાં આવી છે.