- દિલ્હીમાં ગાઢ ઘુમ્મસ સાથે કડકતી ઠંડી
- ફ્લાઈટ સેવા અને રેલ વ્યવહાર પર અસર
દિલ્હીઃ-આજ રોજ વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઠંડીની સાથે ધુમ્મસથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં એટલી હદે ધુમ્મસ છવાયું છે કે દુર સુધી દેખવામાં નિષ્ફળતા મળી રહી છે, દૃશ્યતા ખૂબ ઓછી છે. વાહન વ્યવહારો પર અસર વર્તાઈ રહી છે,સાથે જ હવામાન વિભાગનું કહેવું છે કે આજથી કોલ્ડ વેવમાં વધુ વધારો થવાની શક્યતાઓ છે.
રાજધાની દિલ્હીના દ્વારકા અને ધૌલા કુઆમાં દૃશ્યતા ખૂબ ઓછી થઈ છે. ખૂબ ઓછી દૃશ્યતાને કારણે, રસ્તાઓ પર વાહનોની લાઇટિંગમાં પણ દેખાવાનું મુશ્કેલ બન્યું છે, આવી સ્થિતિમાં વાહનચાલકોને વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધુમ્મસની અસર રેલ્વે ટ્રાફિક અને ફ્લાઇટ્સને પણ થઈ રહી છે,ઓછી દ્રશ્યતાના કારણે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટથી ઓછામાં ઓછી ચાર ફ્લાઇટ મોડી પડી છે. આ ઉપરાંત, રેલ્વે કામગીરીને પણ અસર થઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફરી એકવાર કોલ્ડ વેવ ફાટી નીકળશે અને તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી નીચે પહોંચશે. 18 જાન્યુઆરીથી ઠંડીમાં થોડી રાહત થવાની સંભાવના છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી ભારે શિયાળાની ઠંડી સામનો કરી રહેલા દિલ્હીવાસીઓને શુક્રવારે શીત લહેરથી થોડી રાહત મળી હતી.
શુક્રવારે આંશિક વાદળછાયું આકાશ હોવાને કારણે, દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા એક ડિગ્રી ઉપર 6.7 ડિગ્રી સેલ્સિયસ હતું. મહત્તમ તાપમાન 20.8 ડિગ્રી નોંધાયું હતું. ધુમ્મસને લીધે સફદરજંગમાં દૃશ્યતા ઘટીને 201 મીટર અને પાલમમાં 300 મીટર થઈ ગઈ છે.
સાહિન-