Site icon Revoi.in

દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ સાથે જ આ સપ્તાહથી તાપમાનમાં સતત ઘટાડો જોવા મળશે.

Social Share

દિલ્હી:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે પર્વતીય વિસ્તારો તેમજ મેદાની વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે,આગામી 24 કલાકમાં દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે.આ સાથે જ આ સપ્તાહથી તાપમાનમાં સતત ઘટાડો જોવા મળશે.

હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રવિવારે વરસાદની શક્યતા હતી, પરંતુ તે પર્વતીય વિસ્તારોમાં સક્રિય રહી હતી જ્યારે માત્ર મેદાની વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે,8-9 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જો કે, 10 ડિસેમ્બરથી દિલ્હી-NCRનું હવામાન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. ઉત્તર દિશાથી આવતા ઠંડા પવનો દિલ્હીને ઠંડક આપવાનું કામ કરશે. જેના કારણે પારામાં સતત ઘટાડો જોવા મળશે.

વિભાગે આગાહી કરી છે કે,આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. સપ્તાહના અંત સુધીમાં તાપમાનનો પારો સતત નીચે જશે અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે.