Site icon Revoi.in

દિલ્હી:નવા વર્ષના બીજા દિવસે ઠંડી અને ધુમ્મસથી રાહત નહીં,જાણો આજના હવામાનની સ્થિતિ

Social Share

દિલ્હી: નવા વર્ષના બીજા દિવસે ઠંડી અને ધુમ્મસથી રાહત મળી નથી.પહાડો પર હિમવર્ષા ચાલુ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ફરી તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે.દિલ્હીમાં વર્ષના પ્રથમ દિવસે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે પણ આ આસપાસ તાપમાન નોંધાઈ શકે છે.

ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ઠંડીમાં થોડી રાહત જોવા મળી હતી.જોકે હવામાં ફરી એકવાર ઠંડીનું જોર ફરી વળ્યું છે.દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાય તેવી શક્યતા છે.મહત્તમ તાપમાન 19 ડિગ્રી રહી શકે છે.લખનઉમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ 18 ડિગ્રી છે.તે જ સમયે, પટનામાં, તાપમાન લઘુત્તમ 7 અને મહત્તમ 22 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે,રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીની સ્થિતિ પ્રવર્તી રહી છે, જ્યાં તમામ મોટા શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.સીકરનું ફતેહપુર શનિવારે રાત્રે 1 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું હતું, ત્યારબાદ ચુરુ 1.6 ડિગ્રી સેલ્સિયસ હતું.

આ સિવાય હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં શીત લહેર યથાવત રહી શકે છે.