- દિલ્હીમાં વેક્સિનને લઈને પરિપત્ર જારી
- તમામ સરકારી કર્મીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો પડશે
- 15 ઓક્ટોબર સુધી જે નહી લે વેક્સિન તેના સામે કાર્યવાહીની જાગવાઈ
દિલ્હીઃ- સમદ્ર દેશભરમાં આવનારા તહેવારોને લઈને કોરોનાની ચિંતા સતાવી રહી છે જેને લઈને દરેક રાજ્ય સતર્ક બન્યા છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિન મામલે સરકારના ઘણા વિભાગોએ તેમના કર્મચારીઓને રિમાઇન્ડર જારી કર્યા છે. જે પ્રમાણે દરેક કર્મીઓ એ 15 ઓક્ટોબર સુધીમાં કોરોનાની વેક્સિનની ઓછામાં ઓછી એક માત્રા લઈ લેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ જો તેઓ આમ નહીં કરે તો તેમના પર ઓફિસ આવવા પર પ્રતિબંધ મુકવામાં આવશે અને તેમની રજાઓને ગેરહાજરી ગણવામાં આવશે.
તાલીમ અને ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીએ, કડક વલણ અપનાવતારીમાઇન્ડર પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશનું ઉલ્લંઘન કરવા પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ એક વર્ષ સુધીની કેદ અથવા દંડની જોગવાઈઓકરવામાં આવી છે,ઉલ્લેખનીય છએ કે આ પરિપત્ર વિતેલા દિવસને મંગળવારે જારી કરવામાં આવ્યો હતો.
આ ખાતરી કરવા માટે, ડીડીએમએ ના તમામ આદેશોનું ઉલ્લંઘન કાયદાની સમાન જોગવાઈઓ હેઠળ દંડનીય કાર્યવાહી થઈ શકે છે. ડીડીએમએના મોટાભાગના આદેશોમાં છેલ્લા કેટલાક ફકરાઓમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારી વિભાગે પરિપત્રમાં દંડની જોગવાઈનો ઉલ્લેખ કર્યો હોય તે થોડો અસામાન્ય મામલો છે.નાણા, મહેસૂલ, શ્રમ, આરોગ્ય અને નાગરિક પુરવઠા વિભાગોએ પણ 16 અને 26 ઓક્ટોબરે સમાન પરિપત્ર જારી કર્યા છે પરંતુ શિક્ષાત્મક પગલાંનો ઉલ્લેખ કર્યો નથી. સરકારના લગભગ 100 વિભાગોમાં લગભગ 3 લાખ જેટસા કર્મચારીઓ કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે,ડીડીએમએ એ 8 ઓક્ટોબરના રોજ આદેશ જારી કરીને દિલ્હી સરકારના તમામ કર્મચારીઓ માટે 15 ઓક્ટોબર સુધીમાં કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લે તે સુનિશ્ચિત કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આમ કરવામાં નિષ્ફળ જવાથી તેઓને ઓફિસમાં હાજર રહેવા દેવામાં આવશે